પ્રધાનમંત્રીએ પોલેન્ડના કબડ્ડી ખેલાડીઓ સાથે મુલાકાત કરી

August 22nd, 09:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વારસૉ ખાતે કબડ્ડી ફેડરેશન ઓફ પોલેન્ડના પ્રમુખ શ્રી મિશલ સ્પિક્ઝકો અને પોલેન્ડના કબડ્ડી ફેડરેશનના બોર્ડ મેમ્બર શ્રીમતી અન્ના કાલબાર્સ્કી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ બિલેનિયમના સીઈઓ શ્રી ગાવેલ લોપિન્સકી સાથે મુલાકાત કરી

August 22nd, 09:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેમાં નોંધપાત્ર હાજરી ધરાવતી અગ્રણી પોલિશ IT કંપની બિલેનિયમ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી ગાવેલ લોપિન્સકી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ TZMO ઇન્ડિયાના MD સુશ્રી એલિના પોસ્લુઝની સાથે મુલાકાત કરી

August 22nd, 09:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈવિધ્યસભર સ્વચ્છતા ઉત્પાદનોના અગ્રણી પોલિશ ઉત્પાદક TZMO ઈન્ડિયાના એમડી સુશ્રી એલિના પોસ્લુઝની સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી પોલેન્ડના અગ્રણી ઈન્ડોલોજિસ્ટ્સને મળ્યા

August 22nd, 09:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અગ્રણી પોલિશ ઈન્ડોલોજિસ્ટ્સના જૂથ સાથે મુલાકાત કરી. જૂથમાં શામેલ છે:

ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)

August 22nd, 08:22 pm

22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે:

ભારત- પોલેન્ડનું સંયુક્ત નિવેદન "વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના"

August 22nd, 08:21 pm

બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા

August 22nd, 08:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોના બેલવેડર પેલેસ ખાતે પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રમુખ શ્રી મહામહિમ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ વોર્સોમાં અજાણ્યા સૈનિકની કબર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 22nd, 08:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોર્સોમાં અજાણ્યા સૈનિકની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

August 22nd, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોર્સોમાં પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી. ફેડરલ ચૅન્સેલરી ખાતે આગમન પછી, પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક દ્વારા પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા હતા અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

August 22nd, 03:00 pm

હું સુંદર શહેર વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત, ઉદાર આતિથ્ય અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે પ્રધાનમંત્રી ટસ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી

August 21st, 11:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

વોર્સો, પોલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 21st, 11:45 pm

આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે અને તમારો ઉત્સાહ પણ અદ્ભુત છે. જ્યારથી મેં અહીં પગ મૂક્યો છે ત્યારથી તમે થાકતા નથી. તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવો છો, દરેકની અલગ અલગ ભાષાઓ, બોલીઓ, ખાવાની આદતો છે. પરંતુ દરેક વ્યક્તિ ભારતીયતાની લાગણી સાથે જોડાયેલ છે. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ આભારી છું.

પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં

August 21st, 11:30 pm

સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી થઈ રહી છે અને તેઓ ભારત-પોલેન્ડ સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા અને પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે ભારત અને પોલેન્ડ સાથેના તેના સહિયારા મૂલ્યો બંને દેશોને નજીક લાવે છે.

પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

August 21st, 10:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે આ સ્મારક કોલ્હાપુરના મહાન રાજવી પરિવારને શ્રદ્ધાંજલિ છે. આ રાજવી પરિવાર બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાઓને કારણે વિસ્થાપિત પોલિશ મહિલાઓ અને બાળકોને આશ્રય આપવામાં મોખરે હતો, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી

August 21st, 10:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલેન્ડના બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. શ્રી મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાની ઝલક પણ શેર કરી હતી.

પીએમ મોદી પોલેન્ડના વોર્સો પહોંચ્યા

August 21st, 06:11 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના વોર્સો પહોંચ્યા. 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ મહા મહિમ શ્રી એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા તેમજ વડાપ્રધાન એચ.ઇ. શ્રી ડોનાલ્ડ ટસ્ક ને મળશે અને પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરશે.

પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય

August 21st, 09:07 am

પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઇશ. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ સૌ પ્રથમ મુલાકાત છે. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર દ્રષ્ટિકોણ વહેંચવા પર અગાઉની વાતચીતને આગળ વધારવાની તક માટે આતુર છું. એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએ.