સોશીયલ મીડિયા કોર્નર 6 જુલાઈ 2017

July 06th, 09:00 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રથમ CEO’s ફોરમની બેઠકની સહઅધ્યક્ષતા કરતા વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ

July 06th, 07:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ તેલ અવિવમાં પહેલી CEOs ફોરમની બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ વ્યાપારિક બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત-ઇઝરાયેલની ભાગીદારીમાં એક નવું પ્રકરણ શરુ થયું છે જે બંને દેશોના લોકોની જિંદગીને સુધારવાના અવસરો દ્વારા ચાલશે.

વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ ભારત-ઇઝરાયેલનો સંશોધન સેતુ

July 06th, 07:12 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ તેલ અવિવમાં ટેક્નોલોજી પ્રદર્શન નિહાળ્યું હતું. બંને નેતાઓએ ભારત-ઇઝરાયેલ સંશોધન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું જે યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે અને સંશોધનોને એક સારા વિશ્વ માટે આગળ વધારશે.

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુએ મોબાઈલ સીવોટર ડિસેલિનેશન યુનિટનું પ્રદર્શન જોયું

July 06th, 02:36 pm

વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ મોબાઈલ સીવોટર ડિસેલીનેશન યુનિટનું પ્રદર્શન જ્યોં હતું. ગાલ=મોબાઈલ એક સ્વતંત્ર, એકીકૃત જળ શુધ્ધિકરણ વાહન છે જે ઉચ્ચ ગુણવત્તાવાળું પીવાનું પાણી ઉત્પાદિત કરે છે. કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ અથવાતો સેના માટે મુશ્કેલીભરી જગ્યાઓએ અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં મદદ કરે છે. તે રોજનું 20,000 લીટર સમુદ્રનું પાણી અને 80,000 લીટર કાદવવાળું/ખારું અથવાતો નદીનું દુષિત પાણી શુધ્ધ કરીને WHOના સ્તરે લાવી શકે છે.

હાઈફામાં ભારતની યુધ્ધ યાદગારની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ

July 06th, 02:00 pm

વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ હાઈફા, ઇઝરાયેલમાં ભારતીય યુધ્ધ યાદગારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ જેરુસલેમને આઝાદી અપાવવા માટે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને અંજલિ આપી હતી. તેમણે મેજર દલપત સિંઘના સ્મરણમાં મુકાયેલી તક્તીનું પણ અનાવરણ કર્યું હતું.

List of MoUs/Agreements signed during the visit of Prime Minister to Israel (July 5, 2017)

July 05th, 11:52 pm

List of MoUs/Agreements signed during the visit of Prime Minister to Israel (July 5, 2017)

India-Israel Joint Statement during the visit of Prime Minister to Israel (July 5, 2017)

July 05th, 11:52 pm

Marking the 25th anniversary of the establishment of diplomatic relations between the two countries, Prime Minister Narendra Modi of India visited Israel from 4-6 July 2017 at the invitation of Prime Minister Benjamin Netanyahu of Israel. This historic first-ever visit by an Indian Prime Minister to Israel solidified the enduring friendship between their peoples and raised the bilateral relationship to that of a strategic partnership.

ઇઝરાયેલ સાથેના અમારા સંબંધો એ પારસ્પરિક વિશ્વાસ અને દોસ્તીના છે: વડાપ્રધાન મોદી

July 05th, 10:38 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અવિવ ખાતે એક સામાજીક સભાને સંબોધન કર્યું હતું. ઈઝરાયેલના વિકાસની સફરની પ્રસંશા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ઇઝરાયેલે એ બતાવી દીધું છે કે કદ કરતા જુસ્સો મહત્વનો હોય છે. યહુદી સમાજે ભારતને વિવિધ ક્ષેત્રોમાં પોતાના પ્રદાન દ્વારા સમૃધ્ધ બાવ્યું છે.” વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન નેતનયાહુ અને ઇઝરાયેલ સરકારનો પણ તેમની હુંફાળા આતિથ્ય માટે આભાર માન્યો હતો.

PM Modi and Israeli PM Netanyahu meet young Moshe

July 05th, 10:12 pm

Prime Minister Modi and Israeli PM Netanyahu met young Moshe, the boy who survived the 26/11 Mumbai terror attack. Shri Modi also met young Moshe's maternal and paternal grandparents and Ms. Sandra Solomon, his nanny.

PM visits Jewish museum in Israel

July 05th, 09:28 pm

Celebrating the cultural linkages between India and Israel, PM Narendra Modi today visited Jewish museum. The PM attended an exhibition dedicated to India's jewish heritage. Israeli PM Benjamin Netanyahu too accompanied the Prime Minister.

નીસેટના વિપક્ષના નેતા આઈઝેક હેર્ઝોગ જેરુસલેમમાં વડાપ્રધાનને મળ્યા

July 05th, 07:32 pm

નીસેટમાં વિરોધપક્ષના નેતા આઈઝેક હેર્ઝોગે ઈઝરાયેલના જેરુસલેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

The aim of my Government is reform, perform and transform : PM Modi

July 05th, 06:56 pm

PM Narendra Modi addressed a community event in Tel Aviv. Appreciating Israel in its development journey, Prime Minister Modi remarked, “Israel has shown that more than size, it is the spirit that matters. Jewish community has enriched India with their contribution in various fields.” PM Modi also thanked PM Netanyahu and Government of Israel for their warm hospitality.

પોતાની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન

July 05th, 05:55 pm

ભારત અને ઇઝરાયેલે સાત ખાસ કરારોનો વિનિમય કર્યો છે જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધારે મજબુત બનાવશે. એક સંયુક્ત પ્રેસ નિવેદન સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “અમારી ભાગીદારી સારી બાબતો શોધશે, સારી બાબતોની રક્ષા કરશે અને સારી બાબતોને હાંસલ કરશે.” વડાપ્રધાન મોદીએ ટૂંકાણમાં લોકશાહીના મુલ્યો અને આર્થિક વિકાસ એ સમાન લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. વ્યાપાર અને નિવેશ પર પ્રકાશ ફેંકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેણે મજબુત ભારત-ઇઝરાયેલ ભાગીદારીનો પાયો નાખ્યો છે.

ઇઝરાયેલના પ્રમુખ રુવેન રીવલીન સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી

July 05th, 01:44 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલના પ્રમુખ રુવેન રીવલીનને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ પ્રમુખ રીવલીનનું તેમના હુંફાળા સ્વાગત માટે ધન્યવાદ કર્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ બાબતોમાં ભારત-ઇઝરાયેલ સહકાર અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુને વડાપ્રધાને આપેલી ભેટો

July 05th, 12:56 am

વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન નેતનયાહુને કેરળના બે અવશેષોની પ્રતિકૃતિ ભેટમાં આપી છે જેને ભારતમાં યહુદીઓના લાંબા ઈતિહાસની સાક્ષી પુરાવતા દસ્તાવેજ ગણવામાં આવે છે. આ પ્રતિકૃતિઓમાં બે કોપર પ્લેટના સેટ છે જે એવું માનવામાં આવે છે કે 9-10મી સદીમાં લખવામાં આવી હતી.

India-Israel ties date back thousands of years: PM Modi

July 04th, 11:36 pm

Speaking today at a joint media briefing, PM Modi said that India and Israel ties dated back thousands of years. PM Modi spoke about deepening economic ties between both the countries. Shri Modi also highlighted about establishing a robust security partnership.

વડાપ્રધાને યાદ વાશેમ મેમોરીયલ મ્યુઝીયમની મુલાકાત લીધી અને હોલોકોસ્ટના પીડિતોને અંજલિ આપી

July 04th, 08:58 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયેલના યાદ વાશેમ મેમોરીયલ મ્યુઝીયમની મુલાકાત લઈને હોલોકોસ્ટના પીડિતોને અંજલિ આપી હતી.

Social Media Corner 4 July 2017

July 04th, 08:33 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલમાં ડેન્ઝીગર ફ્લાવર ફાર્મની મુલાકાત લીધી

July 04th, 07:43 pm

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુએ બેન ગુરીયન એરપોર્ટથી જેરુસલેમ જવાના રસ્તે ડેન્ઝીગર ફ્લાવર ફાર્મની મુલાકાત લીધી હતી. ડેન્ઝીગર કટ ફ્લાવર્સની વિવિધ જાતોના સંશોધન, સંવર્ધન, વિકાસ, પ્રચાર અને ઉત્પાદનનું કાર્ય કરે છે.

અમે ઇઝરાયેલને વિકાસનું એક મહત્ત્વનું ભાગીદાર માનીએ છીએ: વડાપ્રધાન મોદી

July 04th, 07:26 pm

વડાપ્રધાન મોદીએ તેલ અવિવના એરપોર્ટ પર એક ટૂંકું સંબોધન કરતા વડાપ્રધાન નેતનયાહુનો તેમના હુંફાળા સ્વાગત બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલની અભૂતપૂર્વ મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવું એ તેમના માટે સન્માનની બાબત છે. “ભારત એક જૂની સંસ્કૃતિ છે પરંતુ યુવા દેશ છે. અમારી પાસે પ્રતિભાશાળી અને કુશળ યુવાનો છે જે અમારું ચાલકબળ છે. અમે ઇઝરાયેલને અમારું મહત્ત્વનું વિકાસ ભાગીદાર માનીએ છીએ.”