ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
June 25th, 08:33 pm
બંને નેતાઓએ જાન્યુઆરી 2023માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ સીસીની રાજ્ય મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી, અને દ્વિપક્ષીય સંબંધોને આપેલી ગતિનું સ્વાગત કર્યું. તેઓ સંમત થયા હતા કે ઇજિપ્તની કેબિનેટમાં નવી સ્થાપિત 'ઈન્ડિયા યુનિટ' દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ઉપયોગી સાધન છે.પ્રધાનમંત્રી શ્રીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા
June 25th, 08:29 pm
કૈરોમાં 25 જૂન 2023ના રોજ પ્રેસિડેન્સી ખાતે એક વિશેષ સમારોહમાં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઈજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કર્યો.પ્રધાનમંત્રીની હિલિયોપોલીસ વોર મેમોરીયલની મુલાકાત
June 25th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ તેમની ઈજિપ્તની રાજદ્વારી મુલાકાત દરમિયાન કૈરોમાં આવેલ હિલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટરીની મુલાકાત લીઘી.પ્રધાનમંત્રીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત
June 25th, 04:04 pm
ઈજિપ્તના પ્રવાસન અને પ્રાચીન ચીજોના મંત્રી ડો. મુસ્તફા વઝીરીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી વ્હોરા સમુદાયના નેતાઓને પણ મળ્યા, જેઓ ફાતિમી યુગની શિયા મસ્જિદની દેખરેખમાં કાર્યરત છે અને ભારત અને ઈજિપ્તના માણસો વચ્ચે મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીની હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ શ્રી હસન આલમ સાથે મુલાકાત
June 25th, 05:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રમાં કાર્યરત ઈજિપ્તની સૌથી મોટી કંપનીઓમાંથી એક હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ શ્રી હસન આલમ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઇજિપ્તના અગ્રણી યોગ પ્રશિક્ષકો સુશ્રી રીમ જબાક અને સુશ્રી નાદા એડેલ સાથે મુલાકાત કરી
June 25th, 05:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં બે અગ્રણી યુવા યોગ પ્રશિક્ષકો, સુશ્રી રીમ જબાક અને સુશ્રી નાદા એડેલ સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને પેટ્રોલિયમ વ્યૂહરચનાકાર શ્રી તારેક હેગી સાથે મુલાકાત કરી
June 25th, 05:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને પેટ્રોલિયમ વ્યૂહરચનાકાર શ્રી તારેક હેગી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીની ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી સાથે મુલાકાત
June 25th, 05:18 am
ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી, અને ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો. ગ્રાન્ડ મુફ્તીએ સર્વસમાવેશકતા અને બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પણ પ્રશંસા કરી.પ્રધાનમંત્રીની ઇજિપ્તમાં ભારતીય સમુદાય સાથે વાતચીત
June 25th, 05:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં તેમની ઇજિપ્તની સરકારી મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.પ્રધાનમંત્રીની ઇજિપ્તના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઇજિપ્તની કેબિનેટના "ભારત એકમ" સાથે બેઠક
June 25th, 05:13 am
રાષ્ટ્રની મુલાકાતે કૈરો પહોંચ્યાના થોડા સમય બાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ ઇજિપ્તની કેબિનેટમાં ભારત એકમ સાથે બેઠક યોજી હતી. આ ભારત એકમની સ્થાપના આ વર્ષની શરૂઆતમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિની સ્ટેટ વિઝિટ બાદ કરવામાં આવી હતી. , H.E. શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસી, પ્રજાસત્તાક દિવસ 2023 માટે મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. ભારત એકમનું નેતૃત્વ ઇજિપ્તના પ્રધાનમંત્રી શ્રી મુસ્તફા મદબૌલી કરે છે, અને તેમાં સંખ્યાબંધ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.Prime Minister Modi arrives in Cairo, Egypt
June 24th, 06:30 pm
Prime Minister Narendra Modi arrived in Cairo, Egypt a short while ago. In a special gesture he was received by the Prime Minister of Egypt at the airport. PM Modi was given a ceremonial welcome upon arrival.યુએસએ અને ઇજિપ્તની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
June 20th, 07:00 am
હું મારી મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ કરીશ, જ્યાં હું 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં UN નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશ. હું તે સ્થાન પર આ વિશેષ ઉજવણીની રાહ જોઉં છું જેણે ડિસેમ્બર 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.