પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
December 13th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે.રોજગાર મેળા અંતર્ગત 51,000+ નિમણૂક પત્રોના વિતરણ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 11:00 am
આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે. તમામ દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બે દિવસ પછી આપણે બધા દિવાળીનો તહેવાર પણ ઉજવીશું. અને આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ છે, ખૂબ જ ખાસ. તમે વિચારતા જ હશો કે દિવાળી દર વખતે આવે છે, આ વખતે શું છે ખાસ, ચાલો તમને જણાવીએ કે શું ખાસ છે. 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. અને એ ભવ્ય મંદિરમાં બિરાજ્યા પછી આ પહેલી દિવાળી છે, અને આ દિવાળીની રાહ જોતા અનેક પેઢીઓ વીતી ગઈ છે, લાખો લોકોએ બલિદાન આપ્યા છે અને યાતનાઓ સહન કરી છે. આવી ખાસ, ખાસ, ભવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ. ઉજવણીના આ માહોલમાં... આજે આ શુભ દિવસે... રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
October 29th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે.પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો
October 19th, 06:57 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે
October 18th, 11:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે.રોજગાર મેળા હેઠળ એક લાખથી વધુ નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 12th, 11:00 am
આજે 1 લાખથી વધુ યુવાનોને સરકારમાં નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. તમે સખત મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સરકારમાં યુવાનોને નોકરીઓ આપવાનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉની સરકારોમાં, નોકરીની જાહેરાતથી લઈને નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈને તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે. એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સરકાર ખૂબ જ આગ્રહી છે. આ સાથે દરેક યુવાનોને પોતાની ક્ષમતા સાબિત કરવાની સમાન તક મળવા લાગી છે. આજે દરેક યુવાનોના મનમાં વિશ્વાસ છે કે તે મહેનત અને પોતાની પ્રતિભાના આધારે પોતાનું સ્થાન બનાવી શકે છે. 2014 થી, યુવાનોને ભારત સરકાર સાથે જોડવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાનો અમારો પ્રયાસ છે. અગાઉની સરકારે તેના છેલ્લા 10 વર્ષમાં જે નોકરીઓ આપી હતી તેના કરતા ભાજપ સરકારે તેના 10 વર્ષમાં લગભગ દોઢ ગણી વધુ સરકારી નોકરીઓ આપી છે. આજે દિલ્હીમાં એક સંકલિત તાલીમ સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે નવું તાલીમ સંકુલ અમારી ક્ષમતા નિર્માણ પહેલને વધુ મજબૂત બનાવશે.પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
February 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સમન્વયને પ્રોત્સાહન આપશે.રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 12મી ફેબ્રુઆરીના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્તોને 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
February 11th, 03:15 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ-એનએસીઆઇએનનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 16th, 04:00 pm
નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં આ શાનદાર કૅમ્પસ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જે શ્રી સત્ય સાંઈ જિલ્લો, જે વિસ્તારમાં આ કૅમ્પસ બનાવવામાં આવ્યું છે, તે પોતાનામાં વિશેષ છે. આ વિસ્તાર આધ્યાત્મ, રાષ્ટ્ર નિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલા આપણા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે બધા જાણો છો કે પુટ્ટપર્થી એ શ્રી સત્ય સાઈ બાબાનું જન્મસ્થળ છે. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી શ્રી કલ્લુર સુબ્બારાવની ભૂમિ છે. આ પ્રદેશે પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલાપતિ રાવને નવી ઓળખ આપી છે. આ ભૂમિ વિજયનગરના ગૌરવશાળી રાજવંશના સુશાસનની પ્રેરણા આપે છે. આવાં જ પ્રેરણાદાયી સ્થળે ‘નેસિન’નું આ નવું કૅમ્પસ બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ કૅમ્પસ સુશાસનના નવા આયામો સર્જશે અને દેશમાં વેપાર અને ઉદ્યોગને નવી ગતિ આપશે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશનાં શ્રી સત્ય સાંઈ જિલ્લાનાં પલાસમુદ્રમમાં નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું
January 16th, 03:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સના ઉદઘાટન બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પલાસમુદ્રમના પ્રદેશની વિશેષતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિસ્તાર આધ્યાત્મિકતા, રાષ્ટ્રનિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલો છે તથા ભારતની વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પુટ્ટાપાર્થીમાં શ્રી સત્ય સાંઈબાબાના જન્મસ્થળનો, મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી કલ્લુર સુબ્બા રાવ, પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલપતિ રાવ અને ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુશાસનનો આ વિસ્તારમાંથી પ્રેરણાસ્ત્રોત તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એનએસીઆઇએનનું નવું પરિસર સુશાસનનાં નવા આયામોનું સર્જન કરશે તથા દેશમાં વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.રોજગાર મેળા અંતર્ગત 51,000 કરતાં વધુ નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
November 30th, 04:30 pm
દેશના લાખો યુવાનોને ભારત સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન એકધારું ચાલી રહ્યું છે. આજે 50 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નિમણૂક પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું આપને અને આપના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
November 30th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ થયેલા આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં સામેલ થશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 30 નવેમ્બરનાં રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે
November 28th, 05:19 pm
દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે, જે આ પહેલને ટેકો આપે છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.G20 યુનિવર્સિટી કનેક્ટની ફાઇનલમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
September 26th, 04:12 pm
દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેને સંબોધન કર્યું
September 26th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજગાર મેળામાં સંબોધનનો મૂળપાઠ
September 26th, 11:04 am
આજે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ મુહૂર્તમાં શ્રી ગણેશ તમારા બધાનું નવું જીવન બની રહ્યા છે. ભગવાન ગણેશ સિદ્ધિના દેવતા છે. હું ઈચ્છું છું કે સેવા કરવાનો તમારો નિશ્ચય રાષ્ટ્રના લક્ષ્યોની સિદ્ધિ તરફ દોરી જશે.પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
September 26th, 10:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામેલ છે. દેશભરમાં ૪૬ સ્થળોએ રોજગાર મેળો યોજાઈ રહ્યો છે.રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી શ્રી 26મી સપ્ટેમ્બરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા ઉમેદવારોને 51,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
September 25th, 02:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000 નવા નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે નવનિયુક્તોને પણ સંબોધિત કરશે.યશોભૂમિ રાષ્ટ્રને સમર્પિત કરવા અને પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 17th, 06:08 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા બધા સાથીદારો, દેશના ખૂણે ખૂણેથી અહીં આ ભવ્ય ભવનમાં પધારેલાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો, દેશનાં 70થી વધુ શહેરોમાંથી જોડાયેલા મારા બધા સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા પરિવારજનો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો
September 17th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો હતો. 'યશોભૂમિ'માં ભવ્ય કન્વેન્શન સેન્ટર, મલ્ટીપલ એક્ઝિબિશન હોલ અને અન્ય સુવિધાઓ છે. તેમણે વિશ્વકર્મા જયંતિના પ્રસંગે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે 'પીએમ વિશ્વકર્મા યોજના' પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી વિશ્વકર્માનો લોગો, ટેગલાઇન અને પોર્ટલ પણ લોંચ કર્યા હતા. તેમણે આ પ્રસંગે કસ્ટમાઇઝ્ડ સ્ટેમ્પશીટ, ટૂલ કિટ ઇ-બુકલેટ અને વીડિયો પણ બહાર પાડ્યા હતા. પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીઓને વિશ્વકર્મા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું.