પ્રધાનમંત્રીએ વિક્રમી ગેસ ઉત્પાદન માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા
August 04th, 09:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના નવા રેકોર્ડ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:15 pm
બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયા સુધી તેની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંજૂરી આપી
February 15th, 03:49 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલયે દરેક ન આવરી લેવાયેલી પંચાયતમાં આર્થિક રીતે વ્યવહારુ પેક્સ સ્થાપિત કરવા, દરેક આવરી ન લેવાયેલી પંચાયત/ગામમાં વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ અને દરેક દરિયાકિનારાની પંચાયત/ગામ તેમજ વિશાળ જળાશયો ધરાવતાં પંચાયત/ગામમાં વ્યવહારુ મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાની યોજના ઘડી કાઢી છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવાની યોજના છે. શરૂઆતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અમલીકરણ માટેની કાર્યયોજના નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી) દ્વારા તૈયાર કરવામાં આવશે.પ્રધાનમંત્રીએ 39મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી
November 24th, 07:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 39મી આવૃત્તિની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવિષ્ટ કરતું પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.પ્રધાનમંત્રી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને સંબોધન કરશે
June 04th, 07:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગથી ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે થઈ રહ્યું છે. આ વર્ષના કાર્યક્રમનો હાર્દ છે ‘વધુ સારા પર્યાવરણ માટે બાયોફ્યુઅલ્સને ઉત્તેજન’.પ્રધાનમંત્રીએ પ્રગતિની 36મી બેઠકની અધ્યક્ષતા કરી
February 24th, 07:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 36મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી 17 ફેબ્રુઆરીએ તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ તેમજ શિલાન્યાસ કરશે
February 15th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ તેમજ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે રામનાથપુરમ – થુથૂકુડી કુદરતી વાયુ પાઇપલાઇન અને મનાલી સ્થિત ચેન્નઇ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે ગેસોલીન દેસુલફુરી સ્ટેશન યુનિટ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ નાગપટ્ટીનમ ખાતે કાવેરી બેઝિન રિફાઇનરીનો શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજનાઓના પરિણામરૂપે નોંધપાત્ર પ્રમાણમાં સામાજિક-આર્થિક લાભો થશે અને તેનાથી ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં દેશની આગેકૂચને વધુ વેગ મળશે. તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 21st, 11:06 am
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાનના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ! જે સાથીદારો આજે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે તેમને અને તેમાના માતા- પિતાને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે દેશને તમારા જેવા ઉદ્યોગ માટે સજ્જ ગ્રેજ્યુએટસ મળી રહ્યા છે. તમારા પરિશ્રમ બદલ તમને અભિનંદન, તમે આ યુનિવર્સિટીમાંથી જે કાંઈ શિખ્યું છે તેના માટે શુભેચ્છાઓ. રાષ્ટ્રના નિર્માણ માટે જે મોટા લક્ષ્ય લઈને આજે તમે અહીંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારી નવી સફર માટે અને મંજીલ માટે શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા
November 21st, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા. તેમણે ‘45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્લાઇન સોલર ફોટોવોલ્ટેઇક પેનલ’ અને ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન વોટર ટેકનોલોજી’ નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીમાં ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર – ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન’, ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટર’ અને ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો
October 26th, 11:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતી આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા એક વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગ્રણી વૈશ્વિક ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કરશે અને ભારત ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે
October 23rd, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબર. 2020ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 કલાકે નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી વૈશ્વિક ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કરશે.પ્રધાનમંત્રી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે
September 11th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ બિહારમાં પેટ્રોલિમય ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કરશે. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીઆ- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર–બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના નેજા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.Cabinet approves extension of time limit for availing the benefits of "Pradhan Mantri Garib Kalyan Yojana" for Ujjwala beneficiaries by three months w.e.f. 01.07.2020
July 08th, 07:06 pm
The Union Cabinet chaired by the Prime Minister, Shri Narendra Modi has approved the proposal of Ministry of Petroleum & Natural Gas for extension of time limit by three months w.e.f. 01.07.2020 for availing the benefits of “Pradhan Mantri Garib Kalyan Yojana for Ujjwala beneficiariesPM reviews situation of Oil Well Blow Out and fire in Assam
June 18th, 08:57 pm
PM Modi reviewed the situation arising out of oil well blow out in Tinsukia district, Assam. The PM assured the people of Assam that Government of India is fully committed to providing support and relief and rehabilitation to the affected families.પ્રધાનમંત્રીએ 32માં પ્રગતિબેઠકની અધ્યક્ષતા કરી
January 22nd, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેવર્ષ 2020ની સૌપ્રથમ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો આ બત્રીસમો સંવાદ હતો. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લઇ પ્રો-એક્ટીવ શાસન અને સમયસરના અમલીકરણ માટેનું આઈસીટી આધારિત એક મલ્ટી મોડલ મંચ છે.પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ પેટ્રોટેક – 2019નું ઉદઘાટન કરશે
February 10th, 12:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોએડા સ્થિત ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક-2019નું ઉદઘાટન કરશે.ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી
February 13th, 07:03 pm
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની 100થી વધું લાભાર્થી મહિલાઓ આજે (તા.13 ફેબ્રુઆરી, 2018) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમનાં નિવાસસ્થાને મળી હતી.સોશ્યલ મીડિયા કોર્નર 23 ઓક્ટોબર 2017
October 23rd, 07:05 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!વડોદરા, ગુજરાતમાં વડાપ્રધાને અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું અને ઉદ્ઘાટન કર્યા
October 22nd, 05:07 pm
વડાપ્રધાન મોદીએ આજે વડોદરા, ગુજરાત ખાતે રૂ. 3600 કરોડના મૂલ્યના અસંખ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે 'અમે અમારા કાર્યમાં સ્પષ્ટ છીએ. અમારા દરેક સ્તોત્ર દરેક નાગરિકની સુખાકારી પર જ ખર્ચ કરવામાં આવે. અમારી પ્રાથમિકતા વિકાસ છે.