અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 10:30 am

ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.

પ્રધાનમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન કર્યું

January 18th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રમતો શરૂ થવા દો: મન કી બાત દરમિયાન વડા પ્રધાન મોદીના રમકડાં ક્ષેત્ર માં આત્મનિર્ભરતા

August 30th, 11:00 am

સાથીઓ, આ દિવસોમાં ઓણમનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ ચિંગમ મહિનામાં આવે છે. આ દરમિયાન લોકો કંઈક નવું ખરીદે છે, પોતાના ઘરને સજાવે છે, પૂકલ્લમ બનાવે છે, ઓણમ-સાદિયાનો આનંદ લે છે, વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધાઓ પણ થાય છે. ઓણમની ધૂમ તો આજે દૂરસુદૂર વિદેશો સુધી પહોંચી છે. અમેરિકા હોય, યૂરોપ હોય, કે ખાડીનાં દેશો હોય, ઓણમનો ઉલ્લાસ આપને દરેક જગ્યાએ મળશે. ઓણમ એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બની રહ્યો છે.

સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત ઉપર યોજાયેલા સેમિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 27th, 05:11 pm

મને ખુશી છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલ તમામ મહત્વના હિસ્સેદારો આજે અહિયાં ઉપસ્થિત છે. આ સેમિનારના આયોજન માટે સંરક્ષણ મંત્રી રાજનાથજી અને તેમની આખી ટીમને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આજે અહિયાં થઈ રહેલા આ મંથનમાંથી જે પરિણામો મળશે, તેનાથી સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના આપણાં પ્રયાસોને જરૂરથી વેગ મળશે, ગતિ મળશે અને તમે બધાએ જે સૂચનો આપ્યા છે, આજે તમે એક સામૂહિક મંથન કર્યું છે, તે પોતાનામાં જ આવનારા દિવસોમાં ઘણું લાભદાયી સાબિત થશે.

પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં સંબોધન કર્યું

August 27th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર બનવા પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રમાં સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાનો, નવી ટેકનોલોજી વિકસાવવાનો અને ખાનગી કંપનીઓને મહત્વની ભૂમિકા આપવાનો છે.

એમએસએમઈ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહાય અને આઉટરીચ પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 02nd, 05:51 pm

મંત્રીમંડળના મારા સહયોગી અરુણ જેટલીજી, ગીરીરાજ સિંહજી, શિવ પ્રતાપ શુક્લજી, પોન રાધાકૃષ્ણજી, અન્ય સહયોગીગણ, બેન્કિંગ ક્ષેત્રમાંથી, નાણાકીય સંસ્થાઓમાંથી, વેપાર અને કારોબાર જગતના આપ સૌ મહાનુભવો, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને દેશભરમાંથી મારી સાથે જોડાયેલા લઘુ ઉદ્યમીગણ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ એમએસએમઇ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ પહેલનો શુભારંભ કરાવ્યો

November 02nd, 05:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 12 મુખ્ય પહેલો જાહેર કરી હતી, જે દેશભરમાં એમએસએમઇની વૃદ્ધિ, વિસ્તરણ અને સુવિધામાં મદદરૂપ થશે.

ઉત્તરપ્રદેશમાં બાગપત ખાતે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવેનાલોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાસંબોધનનો મૂળપાઠ

May 27th, 06:50 pm

ચાર વર્ષ પહેલાં તમે મને ખૂબ જ સમર્થન સાથેસમગ્ર દેશની સેવા કરવાની તક આપી હતી. મે મહિનાની આ ગરમીમાંજ્યારે બપોરનો સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ત્યારેતમે આટલી મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા અહીં આવ્યા છો તે એ બાબતનો પુરાવો છે કે ચાર વર્ષમાં અમારી સરકાર દેશને સાચા માર્ગેલઈ જવામાં સફળ રહી છે. ભાઈઓ અને બહેનો આટલો પ્રેમ, આટલો સ્નેહ ત્યારે જ મળતો હોય છે જ્યારે સેવકથી તેમનો માલિક ખુશ હોય. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તમારો મુખ્ય સેવક વધુ એક વાર તમારી સામે માથુ નમાવીને ઊભોરહ્યો છે અને સવા સો કરોડ દેશવાસીઓને આવકારે છે.

પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું

May 27th, 01:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.

કર્ણાટકે કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે: બેંગલુરુમાં વડાપ્રધાન મોદી

February 04th, 05:02 pm

‘પરિવર્તને યાત્રે’ રેલીને બેંગલુરુમાં સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી કે રાજ્યમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તે હવે એક્ઝીટ ગેટ પર ઉભા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ વિકાસને સમર્પિત છે જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણના અને વિભાજનના રાજકરણ સાથે ઉભી છે.

PM Modi addresses public meeting in Bengaluru, Karnataka

February 04th, 04:58 pm

Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.

World market is waiting for us. No need to think our enterprise is small: PM at MSME event in Ludhiana

October 18th, 08:00 pm

India can play a major role in providing strength to global economy that is facing slowdown, Prime Minister Narendra Modi said while exhorting small businesses to make products with zero defect and zero effect on environment. He also stressed upon the need to promote Khadi industry. PM launched the National SC/ST Hub to provide support to entrepreneurs from the community. It will enable central public sector enterprises to fulfill procurement target set by the Government.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ/જનજાતિ કેન્દ્ર અને ઝીરો ડિફેક્ટ – ઝીરો ઇફેક્ટ સ્કીમ લોન્ચ કરી, લુધિયાણામાં એમએસએમઇને રાષ્ટ્રીય એવોર્ડ આપ્યા; પ્રધાનમંત્રીએ દેશને ત્રણ વીજ પ્રોજેક્ટ અર્પણ કર્યા

October 18th, 07:59 pm

PM Narendra Modi launched National SC/ST Hub and Zero Defect Zero Effect scheme today. PM Modi distributed Charkhas to 500 women and viewed their exhibits. He said, “Khadi is a priority for us. A Charkha at home brings more income.” The PM said that bringing the poor to the economic mainstream of the country was vital and the country’s progress was directly linked to it.