
પરિણામોની યાદીઃ ચિલીના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
April 01st, 06:45 pm
એન્ટાર્કટિકા સહકાર પર લેટર ઓફ ઇન્ટેન્ટ
ભારત - ચિલીનું સંયુક્ત નિવેદન
April 01st, 06:11 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક ચિલીનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1થી 5 એપ્રિલ, 2025 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. આ પ્રસંગે બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોનાં 76 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી છે. રાષ્ટ્રપતિ બોરિકની સાથે વિદેશી બાબતો, કૃષિ, ખાણ, મહિલા અને લિંગ સમાનતા અને સંસ્કૃતિ, કળા અને વારસો, સંસદ સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ બોરિક નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ બોરિક અને પ્રધાનમંત્રી મોદી બંને નવેમ્બર 2024માં રિયો ડી જાનેરોમાં જી 20 સમિટની દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.
ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' - મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 11:30 am
આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું
January 28th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.પ્રધાનમંત્રીએ સિડનીમાં બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધિત કર્યું
May 24th, 04:03 pm
સહભાગી સીઈઓએ સ્ટીલ, બેંકિંગ, ઊર્જા, ખાણકામ અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ પણ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો.રાજસ્થાનના નાથદ્વારા ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 12:01 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, મારા મિત્ર મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, વિધાનસભાના અધ્યક્ષ શ્રી સી.પી. જોશી, રાજ્ય સરકારના મંત્રી શ્રી ભજન લાલ જાટવ, સંસદમાં મારા સાથી અને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ શ્રી ચંદ્ર પ્રકાશ જોશી, સંસદમાં મારા સાથી બહેન દિયાકુમારીજી, સંસદમાં મારા સાથી શ્રી કનકમલ કટારાજી, સાંસદ શ્રી અર્જુનલાલ મીનાજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યનાં માળખાગત સુવિધા ધરાવતા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા
May 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રકલ્પો કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.મધ્યપ્રદેશના ઈન્દોરમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 11th, 05:00 pm
મધ્યપ્રદેશ રોકાણકારો સમિટમાં આપ સૌ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, મધ્યપ્રદેશ અજબ પણ છે ગજબ પણ છે અને સજાગ પણ છે.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું
January 11th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આજે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે.મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 03rd, 10:08 am
આ બજેટમાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' અંગે લેવાયેલા નિર્ણયો આપણા ઉદ્યોગ અને અર્થતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ આજે 21મી સદીના ભારતની જરૂરિયાત પણ છે અને તે આપણને વિશ્વમાં આપણી ક્ષમતા બતાવવાની તક પણ આપે છે. જો કોઈપણ દેશમાંથી કાચો માલ બહાર જાય છે અને તે તેમાંથી બનાવેલ માલસામાનની આયાત કરે છે, તો આ પરિસ્થિતિ કોઈપણ દેશ માટે ખોટનો સોદો હશે. બીજી તરફ જો ભારત જેવો વિશાળ દેશ માત્ર બજાર બનીને રહી જશે તો ભારત ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં કે આપણી યુવા પેઢીને તકો આપી શકશે નહીં. આ વૈશ્વિક રોગચાળામાં, આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં સપ્લાય-ચેન કેવી રીતે તબાહ થઈ ગઈ છે.પ્રધાનમંત્રીએ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર DPIIT વેબિનારને સંબોધન કર્યું
March 03rd, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા આયોજિત પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધવામાં આવેલ આ આઠમું પોસ્ટ-બજેટ વેબિનાર છે. વેબિનારની થીમ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' હતી.મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 13th, 11:55 am
કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, શ્રી પિયૂષ ગોયલજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, શ્રી સર્વાનંદ સોનોવાલજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજકુમાર સિંહજી, અલગ અલગ રાજ્ય સરકારોના મુખ્યમંત્રી, લેફ્ટેનન્ટ ગવર્નર્સ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ઉદ્યોગ જગતના સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો
October 13th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન - પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત પ્રદર્શન પરિસંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, શ્રી પીયૂષ ગોયલ, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી આર કે સિંહ તેમજ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય મંત્રીઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગત તરફથી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના CMD શ્રીમતી મલિકા શ્રીનિવાસન, ટાટા સ્ટીલના CEO, MD અને CIIના પ્રમુખ શ્રી ટી.વી. નરેન્દ્રન અને રિવિગોના સહ-સ્થાપક શ્રી દીપક ગર્ગે આ પ્રસંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા.ભારતીય અવકાશ સંગઠનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 11:19 am
તમારી યોજનાઓ, તમારા વિઝનને સાંભળીને તથા તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ઘણો વધી ગયો છે.પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
October 11th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 06th, 06:31 pm
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી
August 06th, 06:30 pm
આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.વિવાટેકની પાંચમી આવૃતિમાં પ્રધાનમંત્રીના મુખ્ય પ્રવચનનો મૂળપાઠ
June 16th, 04:00 pm
ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.વિવાટેકની પાંચમી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ અધ્યક્ષીય પ્રવચન આપ્યું
June 16th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં પ્રધાનમંત્રીને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging: PM Modi
December 12th, 11:01 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.