
રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 12th, 11:30 am
કેન્દ્ર સરકારમાં યુવાનોને કાયમી નોકરીઓ પૂરી પાડવાનું અમારું અભિયાન અવિરતપણે ચાલુ છે. અને અમારી ઓળખ પણ છે, કાપલી વિના, ખર્ચ વિના. આજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, અત્યાર સુધીમાં લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પણ, તમારામાંથી ઘણાએ ભારતીય રેલવેમાં તમારી જવાબદારીઓ શરૂ કરી દીધી છે, ઘણા સાથીઓ હવે દેશની સુરક્ષાના રક્ષક બનશે, ટપાલ વિભાગમાં નિયુક્ત સાથીઓ સરકારની સુવિધાઓને દરેક ગામ સુધી લઈ જશે, કેટલાક સાથીઓ હેલ્થ ફોર ઓલ મિશનના સૈનિક હશે, ઘણા યુવાનો નાણાકીય સમાવેશના એન્જિનને વધુ વેગ આપશે અને ઘણા સાથીઓ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. તમારા વિભાગો અલગ અલગ છે, પરંતુ ધ્યેય એક છે અને તે ધ્યેય શું છે, આપણે વારંવાર યાદ રાખવું પડશે કે, એક જ ધ્યેય છે, ગમે તે વિભાગ હોય, ગમે તે કાર્ય હોય, ગમે તે પદ હોય, ગમે તે ક્ષેત્ર હોય, એક જ ધ્યેય છે - રાષ્ટ્રની સેવા. સૂત્ર એક છે - નાગરિક પહેલા. દેશના લોકોની સેવા કરવા માટે તમારી પાસે ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં આટલી મોટી સફળતા માટે હું આપ સૌ યુવાનોને અભિનંદન આપું છું. આપની આ નવી સફર માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કર્યો
July 12th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો હતો કે તેમની વિવિધ ભૂમિકાઓ હોવા છતાં, તેમનું સામાન્ય લક્ષ્ય નાગરિક પ્રથમના સિદ્ધાંત પર આધારિત રાષ્ટ્રની સેવા કરવાનું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નામિબિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
July 09th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નામિબિયાની તેમની સત્તાવાર મુલાકાત પર રાજધાની વિન્ડહોક સ્થિત સ્ટેટ હાઉસ ખાતે નામિબિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા. રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહે પ્રધાનમંત્રી મોદીનું સ્ટેટ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા નામિબિયાની આ પહેલી મુલાકાત છે. આ વર્ષે માર્ચમાં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ દ્વારા નામિબિયાની આ પહેલી દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત પણ છે.ઘાનાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 03rd, 12:32 am
ત્રણ દાયકાના લાંબા ગાળા પછી, કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાતે આવી રહ્યા છે.ઘાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
July 02nd, 07:34 am
રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રો સહિત સહકારની નવી બારીઓ ખોલવાના હેતુથી મારા આદાનપ્રદાનની રાહ જોઉં છું. સાથી લોકશાહી તરીકે, ઘાનાની સંસદમાં બોલવું એ સન્માનની વાત હશે.ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 04:16 pm
ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ જી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ શ્રી જુઆલ ઓરામ જી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી અને શ્રી અશ્વિની વૈષ્ણવ જી, ઓડિશાના નાયબ મુખ્યમંત્રી શ્રી કનક વર્ધન સિંહ દેવ જી અને શ્રીમતી પ્રવાતી પરિદા જી, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, સંસદસભ્યો અને વિધાનસભાના સભ્યો, અને ઓડિશાના મારા બધા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 18600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
June 20th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વર ખાતે ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે રાજ્યસ્તરીય સમારોહની અધ્યક્ષતા કરી હતી. ઓડિશાના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ પીવાનું પાણી, સિંચાઈ, કૃષિ માળખાગત સુવિધા, આરોગ્ય માળખાગત સુવિધા, ગ્રામીણ રસ્તાઓ અને પુલો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ભાગો અને નવી રેલ્વે લાઇન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતા 18,600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા.G-7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી માર્ક કાર્નીને મળ્યા
June 18th, 08:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આલ્બર્ટાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માનનીય શ્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પેરાગ્વેના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
June 02nd, 03:00 pm
અમે ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી ભૌગોલિક સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે સમાન લોકશાહી મૂલ્યો શેર કરીએ છીએ અને લોકોની સુખાકારીની કાળજી રાખીએ છીએ.ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 02:00 pm
વિશ્વના આધુનિક અર્થતંત્રોમાં સ્ટીલે કરોડરજ્જુ જેવી ભૂમિકા ભજવી છે. ભલે તે ગગનચુંબી ઇમારતો હોય કે શિપિંગ, હાઇવે હોય કે હાઇ-સ્પીડ રેલ, સ્માર્ટ સિટી હોય કે ઔદ્યોગિક કોરિડોર, દરેક સફળતાની વાર્તા પાછળ સ્ટીલ શક્તિ છે. આજે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સંકલ્પને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા પણ ઓછી નથી. અમને ગર્વ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે. અમે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આપણો માથાદીઠ સ્ટીલનો વપરાશ લગભગ અઠ્ઠાણુ કિલોગ્રામ છે, અને તે પણ 2030 સુધીમાં વધીને એકસો સાઠ કિલોગ્રામ થવાની સંભાવના છે. સ્ટીલનો આ વધતો વપરાશ દેશના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્ર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ તરીકે કાર્ય કરે છે. આ દેશની દિશા અને સરકારની કાર્યક્ષમતા અને અસરકારકતાની પણ કસોટી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમને સંબોધન કર્યું
April 24th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ચર્ચાવિચારણામાં ભારતનાં સનરાઇઝ સેક્ટર – સ્ટીલ ઉદ્યોગની સંભવિતતા અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતની પ્રગતિનો પાયો છે, વિકસિત ભારતનો પાયો મજબૂત કરે છે અને દેશમાં પરિવર્તનનો નવો અધ્યાય લખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા સ્ટીલ 2025માં દરેકનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઇવેન્ટ નવા વિચારો વહેંચવા, નવી ભાગીદારી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચપેડ તરીકે કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્ટીલ ક્ષેત્રમાં નવા પ્રકરણ માટે પાયો નાખશે.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટનું સ્વાગત કર્યું
April 01st, 09:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ગેબ્રિયલ બોરિક ફોન્ટનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે ભારત-ચિલી ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ બોરિકનું સ્વાગત કરવામાં ખુશી વ્યક્ત કરી અને લેટિન અમેરિકામાં એક મુખ્ય ભાગીદાર તરીકે ચિલીના મહત્વ પર ભાર મૂક્યો.ભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ
March 17th, 01:05 pm
હું ભારતમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનને ભારત સાથે લાંબા સમયથી સંબંધો છે. આપણે બધાએ જોયું કે, કેવી રીતે થોડા દિવસો પહેલા, તેમણે ઓકલેન્ડમાં હોળીનો આનંદદાયક તહેવાર ઉજવ્યો હતો! પ્રધાનમંત્રી લક્સનનો ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીય મૂળનાં લોકો પ્રત્યેનો સ્નેહ એ વાત પરથી પણ જોઈ શકાય છે કે, સમુદાયનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવ્યું છે. આ વર્ષે રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે તેમના જેવા યુવા, ઊર્જાવાન અને પ્રતિભાશાળી નેતા આવ્યા તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે.કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે 'નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન'ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. 34300 કરોડનો થશે
January 29th, 03:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 16300 કરોડના ખર્ચ અને જાહેર ક્ષેત્રના સાહસો વગેરે દ્વારા રૂ. 18000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM)ના લોન્ચને મંજૂરી આપી છે.રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.With the support BJP is receiving at booth level, the defeat of the corrupt JMM government is inevitable: PM Modi
November 11th, 01:00 pm
PM Modi interacted with BJP karyakartas from Jharkhand through the NaMo App, delivering an energizing call to action ahead of the upcoming state elections. Addressing a variety of key issues, PM Modi expressed his support for the grassroots workers while underscoring the BJP’s commitment to progress, inclusivity, and integrity.PM Modi Connects with BJP Karyakartas in Jharkhand via NaMo App
November 11th, 12:30 pm
PM Modi interacted with BJP karyakartas from Jharkhand through the NaMo App, delivering an energizing call to action ahead of the upcoming state elections. Addressing a variety of key issues, PM Modi expressed his support for the grassroots workers while underscoring the BJP’s commitment to progress, inclusivity, and integrity.