ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 10:00 pm
હેલો યુ.એસ. , હવે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક, અને તમે આ બધું કર્યું છે. દરેક ભારતીય જેણે ભારતને પોતાના હૃદયમાં રાખ્યું છે તેમણે કર્યું છે.પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
September 22nd, 09:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.પ્રધાનમંત્રી શ્રીએ માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી
July 28th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર, ગુજરાતમાં માઈક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઈઓ શ્રી સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે માઇક્રોન ટેક્નોલોજીની યોજનાઓની ચર્ચા કરી.દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 11:20 am
દિલ્હી યુનિવર્સિટીના આ સુવર્ણ સમારોહમાં દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડીયુના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશ સિંહ, તમામ પ્રોફેસરો, શિક્ષકો અને મારા તમામ યુવા મિત્રો. જ્યારે તમે લોકોએ મને આ આમંત્રણ આપ્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે. અને અહીં આવવું એ પ્રિયજનોની સાથે આવવા જેવું છે.પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું
June 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.