પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને શ્રી સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના મુખ્ય વિભાગોને ચાર માર્ગીય બનાવવા શિલાન્યાસ કરશે
November 07th, 04:24 pm
પંઢરપુરમાં ભક્તોની અવરજવરને સરળ બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી નવેમ્બર, 2021ના રોજ બપોરે 3:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ (NH-965)ના પાંચ વિભાગો અને શ્રી સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ (NH-965G)ના ત્રણ વિભાગોને ચાર માર્ગીય બનાવવાનો શિલાન્યાસ કરશે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ ‘પાલખી’ માટે સમર્પિત વોકવે બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને મુશ્કેલી મુક્ત અને સલામત માર્ગ પ્રદાન કરશે.