PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.કેબિનેટે ચેન્નાઈ મેટ્રો રેલ પ્રોજેક્ટનાં બીજા તબક્કાને મંજૂરી આપી, જેમાં ત્રણ કોરિડોર સામેલ છે – (1) માધવરામથી SIPCOT, (2) લાઇટ હાઉસથી પૂનમલી બાયપાસ અને (3) માધવરામથી શોલિંગનાલ્લુર
October 03rd, 09:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ કોરિડોર ધરાવતી ચેન્નાઈ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. મંજૂર થયેલી લાઇનની કુલ લંબાઈ 128 સ્ટેશનો સાથે 118.9 કિલોમીટર હશે.કેબિનેટે 31 સ્ટેશનો સાથે 44.65 કિમી માટે બેંગલોર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-3 પ્રોજેક્ટના બે કોરિડોરને મંજૂરી આપી
August 16th, 09:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 31 સ્ટેશનો સાથે 44.65 કિલોમીટરની લંબાઈ માટે બે એલિવેટેડ કોરિડોર સાથે બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. જેપી નગર ચોથા તબક્કાથી કેમ્પાપુરા (આઉટર રિંગ રોડ વેસ્ટ સાથે) સુધી 22 સ્ટેશનો સાથે 32.15 કિલોમીટરની લંબાઈ માટે કોરિડોર-1 અને કોરિડોર-2 હોસહલ્લીથી કદાબાગેર (મગડી રોડની સમાંતર) માટે 9 સ્ટેશનો સાથે 12.50 કિલોમીટરની લંબાઈ માટે છે.કેબિનેટે થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી
August 16th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે મહારાષ્ટ્રના થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ કોરિડોરને મંજૂરી આપી છે. 29 કિલોમીટરનો કોરિડોર 22 સ્ટેશનો સાથે થાણે શહેરની પશ્ચિમ બાજુની પરિઘ સાથે ચાલશે. નેટવર્ક એક તરફ ઉલ્હાસ નદી અને બીજી બાજુ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન [SGNP] દ્વારા ઘેરાયેલું છે.The priority of RJD and Congress is not you, the people, but their own vote bank: PM Modi in Hajipur
May 13th, 11:21 pm
Hajipur, Bihar welcomed Prime Minister Narendra Modi with great enthusiasm. Addressing the gathering, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.PM Modi energizes crowds in Hajipur, Muzaffarpur and Saran, Bihar, with his powerful words
May 13th, 10:30 am
Hajipur, Muzaffarpur and Saran welcomed Prime Minister Narendra Modi with great enthusiasm, today. Addressing the massive gathering in Bihar, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.This election is to free country from mentality of 1000 years of slavery: PM in Aonla
April 25th, 01:07 pm
In the Aonla rally, PM Modi continued to criticize the opposition, whether it be the Congress or the Samajwadi Party, stating that they only think about their own families. He said, “For these people, their family is everything, and they do not care about anyone else. In Uttar Pradesh, the Samajwadi Party did not find a single Yadav outside their family to whom they could give a ticket. Whether it's Badaun, Mainpuri, Kannauj, Azamgarh, Firozabad, everywhere, tickets have been given only to members of the same family. Such people will always prioritize the welfare of their own family, and for them, anyone outside their family holds no significance.”We are ending 'Tushtikaran' and working for 'Santushtikaran': PM Modi in Agra
April 25th, 12:59 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered a stirring address to a massive crowd in Agra, Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.PM Modi captivates massive audiences at vibrant public gatherings in Agra, Aonla & Shahjahanpur, Uttar Pradesh
April 25th, 12:45 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Agra, Aonla and Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
February 29th, 01:15 pm
છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું
February 29th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ રેવાડીની મુલાકાત લેશે
February 15th, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 9750 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 02nd, 04:31 pm
હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.પ્રધાનમંત્રીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધન કર્યું
February 02nd, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં સૌથી મોટા અને આ પ્રકારનાં સૌપ્રથમ મોબિલિટી પ્રદર્શન – ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024નાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે એક્સ્પોનો વોકથ્રુ પણ લીધો હતો. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે અને પ્રદર્શનો, પરિષદો, બાયર-સેલર મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણો યોજાશે.ગુજરાતનાં સુરત ખાતે સુરત ડાયમંડ બુર્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:00 pm
સુરત એટલે હુરત, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં ગતિ અને ભવિષ્યની દૂરંદેશી, તેનું નામ છે સુરત. અને આ આમારું સુરત છે કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં! (એવાં કામમાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તે ખાણી-પીણીની દુકાન પર અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ ધરાવે છે. ભારે વરસાદ પડ્યો હોય અને ઢીંચણ સમાણાં પાણી હોય, પણ ભજિયાની લારીએ જવાનું એટલે જવાનું. શરદ પૂર્ણિમા, ચંડી પડવા પર, આખું વિશ્વ ધાબા પર જાય, અને આ મારો સુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી (મીઠાઈ) ખાતો હોય. અને મોજી એવો થાય કે સાહેબ નજીકમાં ક્યાંય જતા નથી, પણ આખી દુનિયા ફરે છે. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ ગયા ત્યારે હું સૌરાષ્ટ્રના અમારા જૂના મિત્રને પૂછતો હતો કે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો તમને કેવું લાગે છે? તે કહેતા કે આપણા સુરતમાં અને આપણા કાઠિયાવાડમાં ઘણો ફરક છે. હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. હું પૂછતો કે શું? તો એ કહેતા કે આપણા કાઠિયાવાડમાં મોટરસાયકલ સામસામે અથડાય તો તલવાર કાઢવાની વાત થાય છે, પણ સુરતમાં મોટરસાયકલ અથડાય તો તરત જ કહે, જુઓ ભાઈ, ભૂલ તારી પણ છે અને મારી પણ છે. પણ, હવે છોડી દો, આટલો ફરક છે.પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું
December 17th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi
December 16th, 08:08 pm
PM Modi interacted and addressed the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister expressed gratitude for getting the opportunity to flag off the Viksit Bharat Sankalp Yatra in the five states of Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and Mizoram, and remarked that the ‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the countryપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું
December 16th, 04:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટિપ્પણી કરી હતી કે, 'મોદી કી ગેરંટી' વાહન હવે દેશનાં તમામ વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. પોતાની એક મહિનાની સફરમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વીબીએસવાય હજારો ગામડાઓ તેમજ 1500 શહેરો સુધી પહોંચી છે, જેમાં નાનાં શહેરો અને નગરો સામેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાને કારણે વીબીએસવાય અગાઉ શરૂ થઈ શક્યું ન હોવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પાંચ રાજ્યોની નવી ચૂંટાયેલી સરકારોને તેમના રાજ્યમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું ઝડપથી વિસ્તરણ કરવા વિનંતી કરી હતી.નવી દિલ્હીમાં 21મી હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
November 04th, 07:30 pm
સૌ પ્રથમ તો હું તમારી સહુની માફી માંગું છું, કારણ કે હું ચૂંટણીના પ્રચારમાં હતો એટલે ત્યાંથી અહીં પહોંચવામાં થોડું મોડું થઈ ગયું છે. પણ તમારી વચ્ચે સીધો હવાઈમથક પરથી આવ્યો છું. શોભનાજી બહુ સારું બોલી રહ્યાં હતાં, એટલે કે તેમનાં મુદ્દાઓ સારાં હતાં. ચોક્કસ, ક્યારેક વાંચવા મળશે. ચાલો, તેમાં મોડું થઈ ગયું.પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023ને સંબોધન કર્યું
November 04th, 07:00 pm
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023માં તેમને આમંત્રણ આપવા બદલ એચટી ગ્રૂપનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે એચ. ટી. ગ્રૂપે હંમેશા આ નેતૃત્વ શિખર સંમેલનની થીમ સાથે ભારત આગળ વધી રહ્યું છે તેનો સંદેશ આપ્યો છે. તેમણે આ શિખર સંમેલનની થીમ 'રીશેપિંગ ઇન્ડિયાને યાદ કરી હતી, જ્યારે વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી. તેમણે કહ્યું કે જૂથે પાછળથી જોયું હતું કે મોટા ફેરફારો નજીક આવી રહ્યા છે અને ભારતને નવો આકાર આપવામાં આવશે. તેમણે એ પણ યાદ કર્યું કે 'વધુ સારી આવતીકાલ માટે વાતચીત' (કન્વર્સેશન્સ ફોર અ બેટર ટુમોરો)ની થીમ ત્યારે આપવામાં આવી હતી જ્યારે વર્તમાન સરકારને 2019માં વધુ મોટી બહુમતી સાથે જીત્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હવે વર્ષ 2023માં જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીક છે, ત્યારે શ્રી મોદીએ સમિટની થીમ 'બ્રેકિંગ બેરિયર્સ' પર પ્રકાશ પાડ્યો હતો અને વર્તમાન સરકાર તમામ રેકોર્ડ તોડીને આગામી સામાન્ય ચૂંટણીઓમાં વિજયી થશે તેવો જે અંતર્ગત સંદેશો આપવામાં આવ્યો હતો તેના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો અવરોધોથી પર હશે.