કોચરબ આશ્રમના ઉદ્ઘાટન અને ગુજરાતમાં સાબરમતી આશ્રમ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:45 am

પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યો છે. અને મારી જેમ દરેકને જ્યારે પણ અહીં આવવાની તક મળે છે ત્યારે અમે બાપુની પ્રેરણાને અમારી અંદર સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. સત્ય અને અહિંસાનો આદર્શ હોવો જોઈએ, રાષ્ટ્ર આરાધનાનો સંકલ્પ હોવો જોઈએ, ગરીબો અને વંચિતોની સેવામાં નારાયણની સેવા જોવાની લાગણી હોવી જોઈએ, સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ સંસ્કારોને જીવંત રાખી રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે આજે મેં અહીં સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અને વિસ્તરણનો શિલાન્યાસ કર્યો છે. કોચરબ આશ્રમ કે જે બાપુ શરૂઆતમાં આવ્યા તે અગાઉનો પહેલો આશ્રમ હતો, તેનો પણ વિકાસ થયો છે અને આજે તેનું લોકાર્પણ પણ થયું તેનો મને આનંદ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ કોચરબ આશ્રમમાં પોતાનો પહેલો આશ્રમ બનાવ્યો હતો. ગાંધીજી અહીં ચરખો કાંતતા હતા અને સુથારી કામ શીખતા હતા. કોચરબ આશ્રમમાં બે વર્ષ રહ્યા પછી ગાંધીજી પછી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા. પુનઃનિર્માણ બાદ હવે કોચરબ આશ્રમમાં ગાંધીજીના એ દિવસોની યાદોને વધુ સારી રીતે સાચવવામાં આવશે. હું આદરણીય બાપુના ચરણોમાં નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્થળોના વિકાસ માટે હું તમામ દેશવાસીઓને પણ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું

March 12th, 10:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું.

મન કી બાત, ડિસેમ્બર 2023

December 31st, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.

The soil of India creates an affinity for the soul towards spirituality: PM Modi

October 31st, 09:23 pm

PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.

PM participates in program marking culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra

October 31st, 05:27 pm

PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.

પ્રધાનમંત્રી મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાના સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે

October 30th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2023નાં રોજ સાંજે પાંચ વાગ્યે કર્તવ્ય પથ પર મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાનાં સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન સમારોહને પણ ચિહ્નિત કરશે.

મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 29th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.

મેરી માટી મેરા દેશ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગૂંજી ઊઠે છે: પ્રધાનમંત્રી શ્રી

September 01st, 10:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ ગીતની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને મેરી માટી મેરા દેશ અભિયાનમાં ભાગ લેવાનું કહ્યું

September 01st, 10:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ અભિયાનની સફળતાની શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે દેશભરની માટી દ્વારા તૈયાર કરવામાં આવેલી 'વાટિકા' 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના આદર્શને સાકાર કરશે.