વારાણસીમાં આરજે શંકર નેત્ર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 02:21 pm

આ પવિત્ર મહિનામાં કાશીની મુલાકાત લેવી એ પોતે જ એક ગહન આધ્યાત્મિક અનુભૂતિ છે. અહીં માત્ર કાશીના રહેવાસીઓ જ નહીં, પરંતુ સંતો અને પરોપકારી પણ હાજર છે, જે આ પ્રસંગને ખરા અર્થમાં ધન્ય સમન્વય બનાવે છે. હું ભાગ્યશાળી છું કે મને પૂજ્ય શંકરાચાર્યજીનો પ્રસાદ અને આશીર્વાદ મળ્યા છે. તેમના આશીર્વાદથી જ કાશી અને પૂર્વાંચલ ક્ષેત્રને આજે વધુ એક આધુનિક હોસ્પિટલ આપવામાં આવી છે. ભગવાન શંકરની આ દિવ્ય નગરીમાં આરજે શંકર નેત્ર હોસ્પિટલ આજથી જ લોકોને સમર્પિત છે. કાશી અને પૂર્વાંચલના તમામ પરિવારોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આરજે શંકરા આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

October 20th, 02:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના વારાણસીમાં આરજે શંકરા આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. હોસ્પિટલ આંખની વિવિધ સ્થિતિઓ માટે વ્યાપક પરામર્શ અને સારવાર આપે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું હતું.

જયપુરમાં સિપેટ : ઈન્સ્ટિટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 30th, 11:01 am

રાજસ્થાનની ધરતીના સપૂત અને ભારતની સૌથી મોટી પંચાયત લોકસભાના કસ્ટોડિયન, આપણાં માનનિય સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ સેખાવતજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, કૈલાસ ચૌધરીજી, ડો. ભારતી પવારજી, ભગવંત ખૂબાજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયાજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, વિધાયકગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું

September 30th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે રાજસ્થાનમાં બાંસવાડા, શિહોરી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો માટે શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ચાર નવી મેડિકલ કોલેજો અને CIPET ઇન્સ્ટિટ્યુટ માટે રાજસ્થાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, 2014 પછી, કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન માટે 23 મેડિકલ કોલેજોને માન્યતા આપવામાં આવી છે અને 7 મેડિકલ કોલેજો કાર્યાન્વિત પણ થઇ ગઇ છે.

કોવિડ-19 સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતાને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ મુખ્ય નિર્ણયોને અધિકૃતતા આપી

May 03rd, 03:11 pm

દેશમાં વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા આપવા માટે માનવ સંસાધનોની વધી રહેલી માંગની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જે કોવિડ સંબંધિત ફરજોમાં તબીબી કર્મચારીઓની ઉપબલ્ધતાને નોંધનીય પ્રમાણમાં વેગ આપશે.