રચનાત્મક ટીકા એ લોકશાહીના તાણાવાણાને મજબુત બનાવે છે: મન કી બાત દરમિયાન PM મોદી

May 28th, 11:01 am

મન કી બાત દરમિયાન PM મોદીએ જણાવ્યું હતું કે રચનાત્મક ટીકા એ લોકશાહીના તાણાવાણાને મજબુત બનાવે છે અને તેમણે 2022 સુધીમાં, જ્યારે દેશ તેની સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવશે ત્યારે એક નવા ભારતનું નિર્માણ કરવાનું દેશના લોકોને આહ્વાન કર્યું હતું. વીર સાવરકરને યાદ કરતા PM મોદીએ ભારતની આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનની નોંધ લીધી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ વિષે વધુ વાત કરતા શ્રી મોદીએ તમામને કુદરત સાથે જોડાણ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે સ્વચ્છતા અભિયાન અને યોગ પર પણ વિસ્તારથી વાત કરી હતી.