નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

May 16th, 09:45 pm

ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.

નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી

May 16th, 03:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.

પ્રધાનમંત્રીએ નેપાળના લુમ્બિનીમાં માયાદેવી મંદિરની મુલાકાત લીધી

May 16th, 11:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ નેપાળના લુમ્બિનીમાં માયાદેવી મંદિરની તેમની લુમ્બિનીની એક દિવસીય મુલાકાતના પ્રથમ મુકામ તરીકે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે નેપાળના પ્રધાનમંત્રી Rt. માનનીય શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડો.આરઝુ રાણા દેઉબા પણ હતા.