પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી ડો. નવીન રામગુલામને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
November 11th, 08:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસમાં ઐતિહાસિક ચૂંટણી જીતવા પર પ્રધાનમંત્રી પદ માટે ચૂંટાયેલા મહામહિમ ડૉ.નવીન રામગુલામ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.મોરેશિયસના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા
June 05th, 10:08 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કે. જગન્નાથ તરફથી અભિનંદનનો ટેલિફોનિક કૉલ મળ્યો. પ્રધાનમંત્રી જગન્નાથએ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા અને તે વાત પર જોર આપ્યું કે આ વિજય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા મતદારો દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસનો પુરાવો છે. પ્રધાનમંત્રી જગન્નાથએ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક કવાયતના સફળ અને પ્રેરણાદાયી અમલ માટે પણ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા.મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
February 29th, 01:15 pm
છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું
February 29th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.પીએમ નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જગનાથ 29મી ફેબ્રુઆરીના રોજ મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે નવી એરસ્ટ્રીપ અને એક જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે
February 27th, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગનાથ, 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે છ સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 12th, 01:30 pm
મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું
February 12th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સેવાઓના લોન્ચના સાક્ષી બનશે
February 11th, 03:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ શ્રીલંકા અને મોરેશિયસમાં, 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ અને મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાઓની શરૂઆતના સાક્ષી બનશે.પ્રધાનમંત્રીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ માટે મોરેશિયસના પ્રધાનમંત્રીનો આભાર માન્યો
January 26th, 10:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.પ્રધાનેમંત્રીએ મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી
January 20th, 09:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી.ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (GBA) ની શરૂઆત
September 09th, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોર, બાંગ્લાદેશ, ઈટાલી, યુએસએ, બ્રાઝિલ, આર્જેન્ટિના, મોરેશિયસ અને યુએઈના નેતાઓ સાથે 9 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની બાજુમાં ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત કરી હતી.ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) માટે ભાગીદારી
September 09th, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમાન જો બિડેને 9 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) માટે પાર્ટનરશિપ પર એક વિશેષ કાર્યક્રમની સહ-અધ્યક્ષતા કરી હતી.ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે પાર્ટનરશિપ પર ઈવેન્ટમાં પ્રધાનમંત્રીનું નિવેદન
September 09th, 09:27 pm
આ ખાસ પ્રસંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા મિત્ર રાષ્ટ્રપતિ બિડેન સાથે આ કાર્યક્રમની સહ-અધ્યક્ષતા કરવાનો મને ઘણો આનંદ છે. આજે આપણે બધાએ વધુ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક કરાર પૂર્ણ થતો જોયો છે.પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી H.E. પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી
September 08th, 08:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી H.E.. શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે 8 સપ્ટેમ્બર 2023 ના રોજ દિલ્હીમાં G20 સમિટની બાજુમાં મુલાકાત કરી.પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મોરેશિયસના પીએમ, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને યુએસ પ્રમુખ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો કરશે
September 08th, 01:40 pm
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે તેઓ આજે સાંજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મોરેશિયસના પીએમ, પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના પીએમ, શેખ હસીના અને યુએસ પ્રમુખ, જો બિડેન સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો કરશે.પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 04:21 pm
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યોપ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી
May 01st, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર દરેક ભારતીય માટે ગર્વ વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રીએ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો
January 26th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે.પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.