આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને અસર થઈ છે: પ્રધાનમંત્રી
August 10th, 10:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓનાં સશક્તીકરણના સરકારનાં વિઝનનું એક સર્વગ્રાહી વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને સૌથી ખરાબ અસર થઈ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને છેલ્લા સાત દાયકાઓની પ્રગતિ જોઇએ છીએ ત્યારે એવી લાગણી અનિવાર્યપણે થાય છે કે આ સમસ્યાઓ દાયકાઓ પહેલા ઉકેલાઇ જવી જોઇતી હતી એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં મહોબા ખાતે આજે વીડિયો કૉન્ફરન્સથી ઉજ્જવલા 2.0નો શુભારંભ કર્યા બાદ બોલી રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-પીએમયુવાય)ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 12:46 pm
હમણાં મને માતાઓ અને બહેનો સાથે વાત કરવાની તક મળી અને મારા માટે આનંદની બાબત એ છે કે થોડા દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર પણ આવી રહ્યો છે અને મને અગાઉથી માતાઓ અને બહેનોના આશીર્વાદ પણ મળ્યા છે. આને હાલમાં દેશની કરોડો, ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી પરિવારોની બહેનોને આજે એક ઉપહાર આપવાની તક મળી છે. આજે ઉજ્જવલા યોજનાના આગળના ચરણમાં અનેક બહેનોને મફત ગેસનું જોડાણ અને ગેસનો ચૂલો મળી રહ્યો છે. હું તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ મહોબા ઉત્તર પ્રદેશથી ઉજ્જવલા 2.0 લોન્ચ કરી
August 10th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી જોડાણ વિતરણ કરીને ઉજ્જવલા 2.0 યોજના (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના – PMUY) લોન્ચ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 31st, 11:34 am
કેમ છે, ગુજરાતમાં ઠંડી વંડી છે કે નહીં, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનજી, નાયબ મુખ્યમંત્રી ભાઇ નીતિન પટેલજી, મંત્રીમંડળમાં મારા સાથી શ્રીમાન અશ્વિની ચૌબેજી, મનસુખભાઇ માંડવિયાજી, પરસોત્તમ રૂપાલાજી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી કિશોર કાનાણીજી અન્ય તમામ મંત્રીગણ, સાસંદગણ, ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે એઈમ્સની શિલારોપણ વિધિ કરી
December 31st, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઈમ્સ રાજકોટની શિલારોપણ વિધિ કરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી વારાણસીમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં
March 08th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે આજે વારાણસીનાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન – 2019માં સામેલ થયાં હતાં.ચેન્નાઈનાં કલાઇવનાર આરંગમમાં અમ્મા ટૂ વ્હિલર યોજનાનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
February 24th, 06:03 pm
સેલ્વી જયલલિતાની જન્મજયંતિનાં પ્રસંગે હું તેમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમને બધાને મારી શુભેચ્છાઓ. મને આજે તેમની એક સ્વપ્ન સમાન પરિયોજનાઓમાંની એક અમ્મા ટૂ વ્હીલર યોજના શરૂ કરવાની ખુશી છે. મને જણાવવામાં આવ્યું છે કે, અમ્માનાં 70મા જન્મદિવસે 70 લાખ છોડનું વાવેતર સમગ્ર તમિલનાડુમાં થશે. આ બંને પહેલો લાંબા ગાળે મહિલાઓનું સશક્તીકરણ કરશે અને પ્રકૃતિનું રક્ષણ કરશે.વડાપ્રધાન મોદીએ ચેન્નાઈમાં અમ્મા સ્કૂટર યોજના શરુ કરાવી
February 24th, 05:57 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈમાં અમ્મા ટુ વ્હિલર સ્કિમની શરૂઆત કરી હતી. જયલલિતાજી ને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ સ્ત્રી સશક્તિકરણ અંગે વિગતે વાત કરી હતી. એમણે કહ્યું, “જ્યારે પરિવારમાં આપણે સ્ત્રીને સશક્ત કરીએ છીએ ત્યારે આપને સમગ્ર કુટુંબને સશક્ત કરીએ છીએ. જ્યારે આપને સ્ત્રીને શિક્ષણ આપીને મદદ કરીએ છીએ ત્યારે આપણે એ સુનિશ્ચિત કરીએ છીએ કે આપણું પરિવાર સુશિક્ષિત બને. જ્યારે આપણે તેને સારું આરોગ્ય આપીએ છીએ ત્યારે આપણે આપણા પરિવારને સારું આરોગ્ય આપીએ છીએ. જ્યારે આપણે તેનું ભવિષ્ય સુરક્ષિત કરીએ છીએ આપણે આપણા સમગ્ર ઘરના ભવિષ્યને સુરક્ષિત કરીએ છીએ.ભારત એ વિવિધતાની ભૂમિ હોવાનું દરેક ભારતીય ગર્વ કરે છે
June 27th, 10:51 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને નેધરલેન્ડ્સ અને સુરિનામના ભારતીય સમાજની ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર યુરોપમાં નેધરલેન્ડ્સમાં બીજો સૌથી વિશાળ ભારતીય સમાજ વસે છે.PM interacts with Indian community in the Netherlands
June 27th, 10:50 pm
Prime Minister Narendra Modi today interacted with Indian community in the Netherlands. During his address, PM Modi appreciated the role of Indian diaspora in Netherlands and Suriname. He noted that Netherlands had the second largest Indian diaspora in entire Europe.સોશિયલ મીડિયા કોર્નર 17 મે 2017
May 17th, 08:31 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!"સમગ્ર ભારતમાં પ્રસુતિ લાભ કાર્યક્રમને લાગુ પાડવા માટે કેબીનેટની મંજૂરી "
May 17th, 06:32 pm
કેબિનેટે પ્રસુતિ લાભ કાર્યક્રમને સમગ્ર ભારતમાં પશ્ચાદવર્તી અસરથી અમલી કરવા માટે મંજુરી આપી દીધી છે અને તે હવે 1 જાન્યુઆરી 2017ની અસરથી તમામ જિલ્લાઓમાં અમલી થઇ ચુકી છે. પ્રસુતિ લાભ યોજના પ્રસુતિ પહેલાં અને બાદમાં મહિલા પુરતો આરામ લઇ શકે અને યોગ્ય પોષણથી વંચિત ન રહી જાય તેના માટે ગુમાવી શકનારા પગારના બદલામાં રોકડ પ્રોત્સાહન રૂપે વળતર પૂરું પાડશે.