પ્રધાનમંત્રીએ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો
September 22nd, 05:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થની આલ્બેનીઝ અને જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફુમિયો કિશિદાએ પણ ભાગ લીધો હતો.તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
September 16th, 02:00 pm
કેબિનેટમાં મારા સાથીદારો, સર્વાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, તુત્તુક્કુડી પોર્ટના અધિકારીઓ-કર્મચારીઓ અને દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુનાં તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનાં ઉદઘાટન પ્રસંગે સંબોધન કર્યું
September 16th, 01:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે તથા તેમણે નવા તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલને 'ભારતનાં દરિયાઇ માળખાનાં નવા સિતારા' તરીકે બિરદાવ્યું હતું. વી.ઓ. ચિદમ્બરનાર બંદરગાહની ક્ષમતા વધારવામાં પોતાની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 14 મીટરથી વધારે ઊંડો ડ્રાફ્ટ અને 300 મીટરની લંબાઈ ધરાવતી બર્થની સાથે આ ટર્મિનલ વીઓસી બંદરની ક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે નવા ટર્મિનલથી બંદર પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને ભારત માટે વિદેશી વિનિમયની બચત થવાની અપેક્ષા છે. તેમણે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને વીઓસી બંદર સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટને યાદ કર્યા હતાં, જેની શરૂઆત બે વર્ષ અગાઉ તેમની મુલાકાત દરમિયાન થઈ હતી. તેમણે ઝડપથી પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટર્મિનલની મુખ્ય સિદ્ધિઓમાંની એક છે લૈંગિક વિવિધતા પ્રત્યેની તેની કટિબદ્ધતા, જેમાં 40 ટકા કર્મચારીઓ મહિલાઓ છે, જે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનું પ્રતીક છે.પ્રધાનમંત્રી 30 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
August 29th, 04:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Modi
February 28th, 10:00 am
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 17,300 crores in Thoothukudi, Tamil Nadu. He reiterated the journey of Viksit Bharat and the role of Tamil Nadu in it. He recalled his visit 2 years ago when he flagged off many projects for the expansion of the Chidambaranar Port capacity and his promise of making it into a major hub of shipping.પ્રધાનમંત્રીએ તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો અને દેશને સમર્પિત કર્યા
February 28th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ સમર્પિત કરી હતી. તેમણે વાંચી મનિયાચ્ચી-નાગરકોઇલ રેલવે લાઇનને બમણી કરવા માટેનાં રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરલવામાઇમોલી સેક્શન સામેલ છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
February 01st, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.કોચી, કેરળમાં વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 17th, 12:12 pm
આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે મને ગુરુવાયુર મંદિરમાં ભગવાન ગુરુવાયુરપ્પનના દર્શન કરવાનો લહાવો મળ્યો. અને હવે હું કેરળની ભગવાન જેવી જનતા જોઈ રહ્યો છું. મને અહીં કેરળના વિકાસની ઉજવણીમાં ભાગ લેવાની તક મળી છે.પ્રધાનમંત્રીએ કેરળનાં કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યની માળખાગત પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
January 17th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સ ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોનાં ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા તેમાં ક્ષમતા અને સ્વનિર્ભરતાનું નિર્માણ કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ છે.કેન્યાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળપાઠ
December 05th, 01:33 pm
રાષ્ટ્રપતિ રૂટો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે.મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌસેના દિવસ 2023ની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 04th, 04:35 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન રમેશજી, મુખ્યમંત્રી એકનાથજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો રાજનાથ સિંહજી, નારાયણ રાણેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, સીડીએસ જનરલ અનિલ ચૌહાણજી, નૌકા દળના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર, નૌકાદળના તમામ સાથીદારો અને મારા પરિવારજનો!પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌસેના દિવસ 2023ની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી
December 04th, 04:30 pm
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માલવણ, તારકરલીના દરિયાકાંઠે સિંધુદુર્ગના ભવ્ય કિલ્લાની સાથે 4 ડિસેમ્બરનો ઐતિહાસિક દિવસ, વીર શિવાજી મહારાજની ભવ્યતા અને રાજકોટ કિલ્લામાં તેમની અદ્ભૂત પ્રતિમાનાં ઉદ્ઘાટન સાથે ભારતીય નૌકાદળની ગર્જનાએ ભારતના દરેક નાગરિકને જુસ્સા અને ઉત્સાહથી ભરી દીધા છે. શ્રી મોદીએ નૌકાદળ દિવસના અવસર પર શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને દેશ માટે પોતાનો જીવ આપનારા બહાદુરોની સામે નમન કર્યું હતું.ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ સપ્તાહની શરૂઆત પર શુભેચ્છા પાઠવી
March 31st, 09:13 am
તેઓ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના એક ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રીય દરિયાઈ સપ્તાહની શરૂઆત નિમિત્તે પ્રધાનમંત્રીના લેપલ પર પ્રથમ મેરીટાઇમ ફ્લેગ પિન કરવાની માહિતી આપી હતી. 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ભારતની દરિયાઈ પરંપરાના ભવ્ય ઈતિહાસની ઉજવણી કરે છે.17મા પ્રવાસી ભારતીય દિવસની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
January 09th, 05:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) ની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપરસાદ સંતોખી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ સંતોખી 7-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBD ખાતે તેઓ વિશેષ અતિથિ છે.Lothal a symbol of India's maritime power and prosperity: PM Modi
October 18th, 07:57 pm
PM Modi reviewed the work in progress at the site of National Maritime Heritage Complex at Lothal, Gujarat. Highlighting the rich and perse maritime heritage of India that has been around for thousands of years, the PM talked about the Chola Empire, Chera Dynasty and Pandya Dynasty from South India who understood the power of marine resources and took it to unprecedented heights.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સંકુલના નિર્માણ કામની પ્રગતિની સમીક્ષા કરી
October 18th, 04:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના સ્થળ પર ચાલી રહેલા કામની ડ્રોનની મદદથી સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો
April 05th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો છે. ભારતના આર્થિક વિકાસ માટે મેરીટાઇમ સેક્ટરનું મહત્વ જણાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લાં 8 વર્ષમાં ભારત સરકારે પોર્ટ આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત સરકાર દરિયાઈ ઈકો-સિસ્ટમ અને વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે પૂરતી કાળજી લઈ રહી છે.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
August 09th, 05:41 pm
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.