સંસદના બજેટ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 22nd, 10:30 am
સંસદનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. દેશ ખૂબ જ ચીવટતાથી નજર રાખી રહ્યો છે કે સંસદનું આ સત્ર સકારાત્મક હોય, સર્જનાત્મક હોય અને દેશવાસીઓના સપનાઓને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખનારું હોય.સંસદ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ મીડિયાને સંબોધન કર્યું
July 22nd, 10:15 am
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ એ બાબતના ગર્વ વ્યક્ત કર્યો હતો કે 60 વર્ષ પછી સતત ત્રીજા ટર્મ માટે કોઈ સરકાર આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટને પ્રસ્તુત કરવાને દેશ એક ગૌરવશાળી ઘટના તરીકે જુએ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બજેટ અમૃત કાલનું સીમાચિહ્નરૂપ બજેટ છે અને સરકાર આ અવધિમાં આપવામાં આવેલી ગેરંટીને જમીન પર ઉતારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, આ બજેટ વર્તમાન સરકારનાં આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નનો મજબૂત પાયો નાખશે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.