PM meets Jonas Masetti and team, lauds him for his passion towards Vedanta and the Gita

November 20th, 07:54 am

Lauding Jonas Masetti for his passion towards Vedanta and the Gita, the Prime Minister Narendra Modi remarked that it was commendable how Indian culture is making an impact all over the world. The PM met Jonas Masetti and team after seeing their performance of the Ramayan in Sanskrit. Earlier, the PM had mentioned Masetti during one of the #MannKiBaat programmes.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

November 05th, 01:28 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24નવેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.

આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

27મી ઓક્ટોબરે મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

October 26th, 09:30 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

October 05th, 04:49 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ઓક્ટોબર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે નવીન વિચારો અને સૂચનો છે, તો અહીં તેને સીધા જ પીએમ સાથે શેર કરવાની તક છે. વડાપ્રધાન તેમના સંબોધન દરમિયાન કેટલાક સૂચનો સંદર્ભિત કરશે.

મન કી બાત દરમિયાન સ્વચ્છતા સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓ પૈકી એક રહ્યો : પ્રધાનમંત્રી

October 02nd, 05:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે મન કી બાત દરમિયાન સ્વચ્છતા સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક છે.

સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

October 02nd, 10:15 am

આજે 2 ઓક્ટોબરે હું ફરજની ભાવનાથી ભરપૂર છું અને એટલો જ લાગણીશીલ છું. આજે આપણે સ્વચ્છ ભારત મિશન અને તેની યાત્રાના 10 વર્ષના સીમાચિહ્ન પર પહોંચી ગયા છીએ. સ્વચ્છ ભારત મિશનની આ યાત્રા કરોડો ભારતીયોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. છેલ્લા 10 વર્ષમાં લાખો ભારતીયોએ આ મિશનને અપનાવ્યું છે, તેને પોતાનું મિશન બનાવ્યું છે, તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. આજે મારી 10 વર્ષની સફરના આ તબક્કે, હું દરેક દેશવાસીઓ, આપણા સફાઈ મિત્ર, આપણા ધાર્મિક નેતાઓ, આપણા ખેલૈયાઓ, આપણી સેલિબ્રિટીઓ, એનજીઓ, મીડિયા સાથીઓ… આ બધાની પ્રશંસા અને વખાણ કરું છું. તમે બધાએ મળીને સ્વચ્છ ભારત મિશનને આટલું મોટું લોક ચળવળ બનાવ્યું. હું, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, તેઓએ પણ આ કાર્યક્રમમાં સ્વચ્છતા માટે યોગદાન આપ્યું અને દેશને મોટી પ્રેરણા આપી. આજે હું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ હૃદયપૂર્વક અભિનંદન અને આભાર માનું છું. આજે દેશભરમાં સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકો તેમના ગામો, શહેરો, વિસ્તારો, ચા, ફ્લેટ અથવા સોસાયટીઓ ખૂબ જ ઉત્સાહથી સાફ કરે છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. છેલ્લા પખવાડિયામાં, હું આ જ પખવાડિયાની વાત કરી રહ્યો છું, દેશભરમાં કરોડો લોકોએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી હતી કે સેવા પખવાડાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો, દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત દિવસ 2024માં ઉપસ્થિત રહ્યા

October 02nd, 10:10 am

સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલનોમાંના એક – સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 2 ઓક્ટોબરના રોજ 155મી ગાંધી જયંતિના પ્રસંગે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ અમૃત અને અમૃત 2.0, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને ગોબરધન યોજના હેઠળની પરિયોજનાઓ સહિત 9600 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં કેટલાંક સ્વચ્છતા અને સ્વચ્છતા પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો હતો. સ્વચ્છતા હી સેવા 2024ની થીમ 'સ્વાભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' છે.

'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

29મી સપ્ટેમ્બર 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

September 28th, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

September 05th, 04:06 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 29 સપ્ટેમ્બર તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું

August 25th, 11:30 am

સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.

25 ઓગસ્ટ 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે જોડાયેલા રહો

August 24th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

August 05th, 02:28 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 25 ઓગસ્ટે તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 28th, 11:30 am

સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.

28મી જુલાઈ 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

July 27th, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.

બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

30મી જૂન 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

June 29th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

June 15th, 07:50 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 130મી જૂન તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 07th, 12:20 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!