સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 30th, 11:30 am

ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ 10 વર્ષીય મલ્લખંબ ખેલાડી, શૌર્યજીતના 36મી નેશનલ ગેમ્સ 2022માં પ્રદર્શનની પ્રશંસા કરી

October 08th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સ 2022માં સૌથી યુવા મલ્લખંબ ખેલાડી શૌર્યજીતના પ્રદર્શનને બિરદાવ્યું છે.