નિષ્કર્ષોની યાદીઃ પ્રજાસત્તાક માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુની ભારતની સત્તાવાર મુલાકાત (06 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર, 2024)
October 07th, 03:40 pm
ભારત-માલદીવનો સ્વીકારઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન.ભારત અને માલ્દિવ્સઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન
October 07th, 02:39 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ 7 ઓક્ટોબર, 2024નાં રોજ મળ્યાં હતાં અને દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી, ત્યારે બંને દેશોએ તેમનાં ઐતિહાસિક ગાઢ અને વિશેષ સંબંધોને ગાઢ બનાવવામાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી, જેણે બંને દેશોનાં લોકોનાં ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ મુઇઝુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત પ્રેસ નિવેદનનો મૂળપાઠ
October 07th, 12:25 pm
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ મુઇઝુ અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીની માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 01 ડિસેમ્બર 2023 ના રોજ, UAE માં COP-28 સમિટની બાજુમાં, માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુ સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 04:21 pm
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યોITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 22nd, 03:34 pm
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ પવિત્ર છે. 'હિન્દુ કેલેન્ડર'નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. હું તમને અને તમામ દેશવાસીઓને વિક્રમ સંવત 2080ની શુભેચ્છા પાઠવું છું. આપણા વિશાળ, વૈવિધ્યસભર દેશમાં સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રચલિત છે. કોલ્લમ કાળનું મલયાલમ કેલેન્ડર છે, તમિલ કેલેન્ડર છે, જે સેંકડો વર્ષોથી ભારતને તારીખનું જ્ઞાન આપી રહ્યું છે. વિક્રમ સંવત પણ 2080 વર્ષ પહેલાથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ચાલી રહ્યું છે, પરંતુ વિક્રમ સંવત તેના કરતાં 57 વર્ષ વહેલું છે. મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, ભારતમાં ટેલિકોમ, આઈસીટી અને સંબંધિત નવીનતાઓને લઈને એક મોટી શરૂઆત કરવામાં આવી રહી છે. આજે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની એરિયા ઑફિસ અને માત્ર એરિયા ઑફિસ જ નહીં, એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સાથે આજે 6G ટેસ્ટ-બેડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સંબંધિત અમારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ઉર્જા આપવાની સાથે, તે દક્ષિણ એશિયા માટે, ગ્લોબલ સાઉથ માટે નવા ઉકેલો, નવી નવીનતાઓ પણ લાવશે. આ ખાસ કરીને અમારા એકેડેમિયા, અમારા ઇનોવેટર્સ-સ્ટાર્ટ અપ, અમારા ઉદ્યોગ માટે ઘણી નવી તકો ઊભી કરશે.પ્રધાનમંત્રીએ ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
March 22nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું. તેમણે 'Call Before u Dig' એપ પણ લોન્ચ કરી. ITU એ સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટેની વિશિષ્ટ એજન્સી છે. ભારતે એરિયા ઓફિસની સ્થાપના માટે ITU સાથે માર્ચ 2022માં યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપશે, રાષ્ટ્રો વચ્ચે સંકલન વધારશે અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી શ્રી 22મી માર્ચે ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
March 21st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે 'Call Before u dig' એપ પણ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ તુર્કી અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી એનો મૂળપાઠ
February 20th, 06:20 pm
તમે માનવતા માટે એક મહાન કાર્ય કરીને પાછા ફર્યા છો. ઓપરેશન દોસ્ત સાથે સંકળાયેલી આખી ટીમ, પછી તે એનડીઆરએફ હોય, એરફોર્સ હોય કે આપણી અન્ય સેવાઓના સાથી હોય, સૌએ બહુ જ સરસ કાર્ય કર્યું છે અને ત્યાં સુધી કે આપણા મૂક દોસ્તો, ડોગ સ્ક્વૉડના સભ્યોએ પણ અદ્ભૂત ક્ષમતા દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.પ્રધાનમંત્રીએ તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી
February 20th, 06:00 pm
પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો
January 26th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે.પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.ફળશ્રુતિઓની યાદીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
August 02nd, 10:20 pm
500 મિલિયન ડૉલરના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું પ્રથમ કૉંક્રિટ રેડવું, જે કાયમી કાર્યોની શરૂઆતને ચિહ્નિત કરે છે.માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-માલદીવ્સનું સંયુક્ત નિવેદન
August 02nd, 10:18 pm
પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.માલદીવ્સના રાષ્ટ્રપતિના ભારતના સત્તાવાર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેસ સમક્ષ કરેલું સંબોધન
August 02nd, 12:30 pm
સૌથી પહેલા તો, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવા માંગુ છું. વિતેલા કેટલાક વર્ષોમાં, ભારત અને માલદીવ્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવેસરથી જુસ્સો આવ્યો છે, આપણી નિકટતામાં વધારો થયો છે. મહામારીના કારણે ઊભા થયેલા પડકારો વચ્ચે પણ, આપણો સહયોગ વ્યાપક ભાગીદારીનું સ્વરૂપ લઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી માટે શુભેચ્છા પાઠવી
February 25th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે 23 જુલાઈ, 2021ના રોજ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 23rd, 06:37 pm
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 76મા સત્ર માટે ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશમંત્રી માનનીય અબ્દુલ્લા શાહિદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.