નવી દિલ્હી ખાતે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 26th, 04:10 pm
આજે દેશનો પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જે દિવસને, જે બલિદાનને આપણે પેઢીઓથી યાદ કરતા આવ્યા છીએ, જે એક રાષ્ટ્રના રૂપમાં તેને એકજૂટ નમન કરવા માટે એક નવો પ્રારંભ થયો છે. શહીદી સપ્તાહ તથા વીર બાળ દિવસ આપણી સિખ પરંપરા માટે લાગણીથી ભરેલો ચોક્કસ છે પરંતુ તેનાથી આકાશ જેવી પ્રેરણારેરણા પણ સંકળાયેલી છે. વીર બાળ દિવસ આપણને યાદ અપાવશે કે શૌર્યની પરાકાષ્ટા સમયે ઓછી વય કોઈ મહત્વ રાખતી નથી. વીર બાળ દિવસ આપણને યાદ અપાવશે કે દસ ગુરુઓનું યોગદાન શું છે, દેશના સ્વાભિમાન માટે સિખ પરંપરાનું બલિદાન શું છે. વીર બાળ દિવસ આપણને દેખાડશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે. દર વર્ષે વીર બાળ દિવસનો આ પૂણ્ય અવસર આપણને આપણા અતીતને ઓળખવા તથા આવનારા ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રેરણા આપશે. ભારતની યુવાન પેઢીનું સામર્થ્ય શું છે, ભારતની યુવાન પેઢીએ કેવા ભૂતકાળમાં દેશનું રક્ષણ કર્યું છે, માનવતાના કેવા ઘોર-અઘોર અંધકારમાંથી આપણી યુવાન પેઢીએ ભારતને બહાર કાઢ્યું છે, વીર બાળ દિવસ આવનારા દાયકાઓ તથા સદીઓ માટે એક ઉદઘોષ કરશે.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ‘વીર બાળદિવસ’ની ઉજવણીના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો
December 26th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં આવેલા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાળદિવસ’ની ઉજવણી નિમિત્તે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ લગભગ ત્રણસો બાળ કીર્તનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા યોજાયેલી માર્ચ-પાસ્ટને પણ ઝંડી બતાવી હતી.