એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 01st, 07:00 pm

હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનારા ભારતીય રમતવીરોની ટુકડીને સંબોધન કર્યું

November 01st, 04:55 pm

પેરા-એથ્લેટ્સને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા તેમને મળવા અને તેમના અનુભવો વહેંચવા આતુર રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમે નવી આશાઓ અને નવા ઉત્સાહને સાથે લાવો છો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં ફક્ત એક જ બાબત માટે આવ્યા છે અને તે છે પેરા-એથ્લેટ્સને તેમની સફળતા બદલ અભિનંદન. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ પેરા એશિયન ગેમ્સમાં થયેલા વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી તથા તેમના કોચ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ દેશના 140 કરોડ નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 10th, 06:25 pm

આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી

October 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.

પ્રધાનમંત્રી 10 ઓક્ટોબરે એશિયન ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત અને સંબોધન કરશે

October 09th, 01:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબર, 2023ના રોજ આશરે 4:30 કલાકે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે.

નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

February 16th, 10:31 am

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

February 16th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.

પ્રધાનમંત્રી 16મી ફેબ્રુઆરીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આદી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

February 15th, 08:51 am

પ્રધાનમંત્રી દેશની આદિવાસી વસતીના કલ્યાણ માટે પગલાં લેવામાં અગ્રેસર રહ્યા છે જ્યારે દેશના વિકાસ અને વિકાસમાં તેમના યોગદાનને પણ આદર આપે છે. રાષ્ટ્રીય મંચ પર આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10:30 વાગ્યે આદી મહોત્સવ, મેગા રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી શ્રી 26મી ડિસેમ્બરે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'વીર બાલ દિવસ'ના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે

December 24th, 07:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી લગભગ ત્રણસો બાલ કીર્તનીઓ દ્વારા રજૂ કરાયેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપશે. આ મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા માર્ચ-પાસ્ટને ફ્લેગ ઓફ પણ કરશે.

ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 06:40 pm

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!

પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી

March 12th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 01:01 pm

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

January 02nd, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.

પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે

December 31st, 11:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

India is proud of its diversity: PM Narendra Modi

October 31st, 07:30 am

PM Narendra Modi flagged off the 'Run for Unity’ today. The PM remarked, “We are proud of Sardar Patel’s contribution to India before we attained freedom and during the early years after we became independent.”

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જન્મજયંતિ પર પુષ્પાજંલિ અર્પણ કરી; પ્રધાનમંત્રીએ “એકતા દોડ”ને લીલી ઝંડી દેખાડી

October 31st, 07:28 am

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર નવી દિલ્હીનાં પટેલ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.