ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે
December 31st, 11:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.ઝાંસી, ઉત્તર પ્રદેશમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 19th, 05:39 pm
કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, દેશના સંરક્ષણ મંત્રી અને આ પ્રદેશના યશસ્વી પ્રતિનિધિ અને મારા બહુ વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટજી, એમએસએમઈ રાજ્ય મંત્રી શ્રી ભાનુપ્રતાપ વર્માજી, તમામ અન્ય અધિકારીગણ, એનસીસી કૅડેટ્સ અને એલમ્ની અને ઉપસ્થિત સાથીઓ!પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં ઉપસ્થિત રહ્યા
November 19th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં હાજરી આપી હતી. ઝાંસીના કિલ્લાના પરિસરમાં આયોજિત ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ને ઉજવતા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની કેટલીય નવી પહેલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં એનસીસી એલમ્ની એસોસિયેશન, પ્રધાનમંત્રીની આ એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી; એનસીસી કૅડેટ્સ માટે નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કિઓસ્ક,; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માટેની મોબાઇલ એપ; ભારતીય નૌકા દળનાં જહાજો માટે ડીઆરડીઓએ ડિઝાઇન કરેલ અને વિક્સાવેલ આધુનિક ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ ‘શક્તિ’; હળવા લડાકુ હૅલિકૉપ્ટર્સ અને ડ્રોન્સનો સમાવેશ થાય છે. તેમણે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી નોડ ખાતે ભારત ડાયનેમિક્સ લિમિટેડના રૂ. 400 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને અસર થઈ છે: પ્રધાનમંત્રી
August 10th, 10:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓનાં સશક્તીકરણના સરકારનાં વિઝનનું એક સર્વગ્રાહી વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને સૌથી ખરાબ અસર થઈ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને છેલ્લા સાત દાયકાઓની પ્રગતિ જોઇએ છીએ ત્યારે એવી લાગણી અનિવાર્યપણે થાય છે કે આ સમસ્યાઓ દાયકાઓ પહેલા ઉકેલાઇ જવી જોઇતી હતી એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં મહોબા ખાતે આજે વીડિયો કૉન્ફરન્સથી ઉજ્જવલા 2.0નો શુભારંભ કર્યા બાદ બોલી રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-પીએમયુવાય)ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 12:46 pm
હમણાં મને માતાઓ અને બહેનો સાથે વાત કરવાની તક મળી અને મારા માટે આનંદની બાબત એ છે કે થોડા દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર પણ આવી રહ્યો છે અને મને અગાઉથી માતાઓ અને બહેનોના આશીર્વાદ પણ મળ્યા છે. આને હાલમાં દેશની કરોડો, ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી પરિવારોની બહેનોને આજે એક ઉપહાર આપવાની તક મળી છે. આજે ઉજ્જવલા યોજનાના આગળના ચરણમાં અનેક બહેનોને મફત ગેસનું જોડાણ અને ગેસનો ચૂલો મળી રહ્યો છે. હું તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ મહોબા ઉત્તર પ્રદેશથી ઉજ્જવલા 2.0 લોન્ચ કરી
August 10th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી જોડાણ વિતરણ કરીને ઉજ્જવલા 2.0 યોજના (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના – PMUY) લોન્ચ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી
August 06th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.