પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમતગમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 29th, 10:25 am
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.નાસિક, મહારાષ્ટ્રમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 01:15 pm
મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો અનુરાગ ઠાકુર, ભારતી પવાર, નિસિથ પ્રામાણિક, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારજી, સરકારના અન્ય મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા યુવા મિત્રો,પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું
January 12th, 12:49 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતની યુવાશક્તિનો પ્રસંગ છે અને તે સ્વામી વિવેકાનંદનાં મહાન વ્યક્તિત્વને સમર્પિત છે, જેમણે ગુલામીનાં સમયગાળા દરમિયાન દેશને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી દીધો હતો. શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી પર ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારતની નારી શક્તિના પ્રતીક રાજમાતા જીજાબાઈની જન્મજયંતીની પણ નોંધ લીધી હતી અને આ પ્રસંગે મહારાષ્ટ્રમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
August 29th, 08:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
August 29th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ આપી છે.ઉતરપ્રદેશમાં જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:17 pm
ઉતરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, યુપીના ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, ઉપમુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર અને આ ક્ષેત્રના રહેવાસી શ્રી ભાનુપ્રતાપ સિંહજી, યુપી સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ તથા બુંદેલખંડના મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું
July 16th, 10:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી હતી અને જાલૌનના ઓરાઇ તાલુકામાં આવેલા કાઇતેરી ગામ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યના મંત્રીઓ, લોક પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે
December 31st, 11:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.ભારતની વિકાસગાથાનો આ વળાંક છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
November 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને અસર થઈ છે: પ્રધાનમંત્રી
August 10th, 10:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓનાં સશક્તીકરણના સરકારનાં વિઝનનું એક સર્વગ્રાહી વિવરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવાસ, વીજળી, શૌચાલયો, ગેસ, રસ્તા, હૉસ્પિટલો અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવથી મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓને સૌથી ખરાબ અસર થઈ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને છેલ્લા સાત દાયકાઓની પ્રગતિ જોઇએ છીએ ત્યારે એવી લાગણી અનિવાર્યપણે થાય છે કે આ સમસ્યાઓ દાયકાઓ પહેલા ઉકેલાઇ જવી જોઇતી હતી એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં મહોબા ખાતે આજે વીડિયો કૉન્ફરન્સથી ઉજ્જવલા 2.0નો શુભારંભ કર્યા બાદ બોલી રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-પીએમયુવાય)ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 12:46 pm
હમણાં મને માતાઓ અને બહેનો સાથે વાત કરવાની તક મળી અને મારા માટે આનંદની બાબત એ છે કે થોડા દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર પણ આવી રહ્યો છે અને મને અગાઉથી માતાઓ અને બહેનોના આશીર્વાદ પણ મળ્યા છે. આને હાલમાં દેશની કરોડો, ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી પરિવારોની બહેનોને આજે એક ઉપહાર આપવાની તક મળી છે. આજે ઉજ્જવલા યોજનાના આગળના ચરણમાં અનેક બહેનોને મફત ગેસનું જોડાણ અને ગેસનો ચૂલો મળી રહ્યો છે. હું તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ મહોબા ઉત્તર પ્રદેશથી ઉજ્જવલા 2.0 લોન્ચ કરી
August 10th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી જોડાણ વિતરણ કરીને ઉજ્જવલા 2.0 યોજના (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના – PMUY) લોન્ચ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.ખેલ રત્ન પુરસ્કારને હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવશે: પ્રધાનમંત્રી
August 06th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવા ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે તેમની ભાવનાનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કાર આથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાશે.પ્રધાનમંત્રીએ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી; મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 29th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતીય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.ફિટ ઇન્ડિયા અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 29th, 10:01 am
કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો
August 29th, 10:00 am
આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશના લોકોને ફિટનેસને તેમની જીવનશૈલી બનાવવા અપીલ કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતપ્રેમીઓને શુભેચ્છા પાઠવી
August 29th, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર જુદી જુદી રમતનો શોખ ધરાવતાં ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી હતી.