મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

February 29th, 01:15 pm

છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું

February 29th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.