પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે

February 21st, 11:41 am

પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ અમદાવાદ-મહેસાણા (64.27 કિમી) ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી

March 06th, 09:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ-મહેસાણા (64.27 કિમી) ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, દાહોદ, ગુજરાત

November 23rd, 12:41 pm

દાહોદમાં તેમની બીજી રેલીનો પ્રચાર કરતા વડાપ્રધાન શ્રી મોદીજીએ લાંબા સમયથી આદિવાસીઓ પ્રત્યે બેધ્યાન હોવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “દેશમાં બહુ મોટો આદિવાસી સમાજ વસે છે.

કોંગ્રેસ મોડલ એટલે જાતિવાદ અને વોટબેંકનું રાજકારણ જે લોકોમાં તિરાડ પેદા કરે છેઃ મહેસાણામાં પીએમ મોદી

November 23rd, 12:40 pm

વવડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના મહેસાણામાં જાહેરસભાને સંબોધિત કરતાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, “આપણા દેશમાં કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે કેન્દ્ર અને રાજ્યોમાં સૌથી વધુ સમય સુધી સરકારો ચલાવી છે. પરંતુ કોંગ્રેસે પોતાની સરકારો માટે અલગ મોડલ બનાવ્યું છે. કોંગ્રેસના મોડલની વિશેષતા એ છે કે અબજોનો ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, વંશવાદ, જાતિવાદ અને બીજું ઘણું બધું.

PM Modi addresses public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara & Bhavnagar

November 23rd, 12:38 pm

The campaigning in Gujarat has gained momentum as PM Modi has addressed public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara and Bhavnagar. Slamming the Congress party, the PM said, “The Congress model means corruption, nepotism, dynastic politics, sectarianism and casteism. They are known for indulging in vote bank politics and creating rifts between people to be in power. This model has not only destroyed Gujarat but India too.”

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 16th, 04:05 pm

મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું

July 16th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી 16મી જુલાઇએ ગુજરાતમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે

July 14th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને એ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.