મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
October 05th, 07:05 pm
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસજી અને અજિત પવારજી, કેન્દ્ર સરકારમાં મારા તમામ સાથીઓ, જેમણે પોતાની ગાયકથી અનેક પેઢીઓ પર છાપ છોડી છે તેવા આશા તાઈજી, પ્રસિદ્ધ કલાકાર ભાઈ સચિનજી, નામદેવ કાંબલેજી અને સદાનંદ મોરેજી, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓ ભાઈ દીપકજી અને મંગલ પ્રભાત લોઢાજી, ભાજપના મુંબઈ અધ્યક્ષ ભાઈ આશિષજી, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં ભાગ લીધો
October 05th, 07:00 pm
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. શ્રી મોદીએ આ ક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેને મરાઠી ભાષાના ઇતિહાસમાં સોનેરી સીમાચિહ્નરૂપ ગણાવી હતી, કારણ કે તેમણે મરાઠી ભાષી લોકોની લાંબા ગાળાની આકાંક્ષાઓનો સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રદાન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં અને આ ઐતિહાસિક સિદ્ધિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં, પ્રધાનમંત્રીએ બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામીને પણ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી અને આ ભાષાઓ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 09:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને દલિત લોકોના સશક્તિકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. શ્રી મોદીએ એક વીડિયો ક્લિપ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે વિશેના તેમના વિચારો પણ શેર કર્યા હતા.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 10:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, દાર્શનિક અને લેખક મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ફુલેને સામાજિક ન્યાયના ચેમ્પિયન અને અસંખ્ય લોકો માટે આશાના સ્ત્રોત તરીકે વ્યાપકપણે માન આપવામાં આવે છે અને તેમણે સામાજિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને વેગ આપવા માટે અથાક મહેનત કરી હતી.‘ટીકા ઉત્સવ’ કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ છે: પ્રધાનમંત્રી
April 11th, 09:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ વેક્સિનેશનને એક તહેવાર તરીકે ગણાવ્યો હતો અને કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ ગણાવીને અંગત સ્વચ્છતાની સાથે સાથે સામાજિક સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતીના અવસરે રવિવારથી ટીકા ઉત્સવનો પ્રારંભ થયો હતો અને આ ઉત્સવ 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી સુધી જારી રહેશે.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.