PM Modi pays homage to Mahatma Gandhi
November 21st, 09:57 pm
PM Modi paid homage to Mahatma Gandhi at his statue in Georgetown’s Promenade Gardens, recalling Bapu’s timeless values of peace and non-violence. The statue, installed in 1969 for Gandhiji’s 100th birth anniversary, stands as a testament to his influence. PM Modi also paid floral tribute at the nearby Arya Samaj monument, marking 100 years of the Arya Samaj movement in Guyana.આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ નિમિત્તે યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
October 02nd, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં શાળાનાં નાનાં બાળકો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે તેમની સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી
October 02nd, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.PM Modi pays homage at Gandhi statue in Kyiv
August 23rd, 03:25 pm
Prime Minister Modi paid homage to Mahatma Gandhi in Kyiv. The PM underscored the timeless relevance of Mahatma Gandhi’s message of peace in building a harmonious society. He noted that the path shown by him offered solutions to present day global challenges.ભારત – મલેશિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન
August 20th, 08:39 pm
20 ઓગસ્ટ, 2024ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહીમે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સત્તાવાર મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. મલેશિયાના પ્રધાનમંત્રીની દક્ષિણ એશિયાઈ પ્રદેશની આ પ્રથમ મુલાકાત હતી, અને બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની પ્રથમ બેઠક હતી, જેનાથી તેઓ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી શક્યા હતા. વિસ્તૃત ચર્ચાઓમાં એવા ઘણા ક્ષેત્રો સામેલ હતા જે ભારત અને મલેશિયાના સંબંધોને બહુસ્તરીય અને બહુઆયામી બનાવે છે.પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી
August 09th, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ ભારત છોડો આંદોલન પર એક વીડિયો પણ શેર કર્યો.ભદોહીમાં કોંગ્રેસ-સપાના વિજયી થવાની કોઈ શક્યતા નથી: યુપીના ભદોહીમાં પીએમ મોદી
May 16th, 11:14 am
ઉત્તરપ્રદેશના ભદોહીમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે રાજ્યભરમાં ભદોહીમાં ચૂંટણીને લઈને ચર્ચા થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે, ભદોહીમાં આ ટીએમસી ક્યાંથી આવી? આ પહેલા યુપીમાં કોંગ્રેસની કોઈ હાજરી ન હતી, અને સપાએ પણ સ્વીકારી લીધું છે કે આ ચૂંટણીમાં તેમના માટે કંઈ બચ્યું નથી, તેથી તેઓ ભદોહીમાં મેદાન છોડીને ચાલ્યા ગયા છે. મિત્રો, ભદોહીમાં સપા અને કોંગ્રેસ માટે જામીન બચાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે, તેથી તેઓ ભદોહીમાં રાજકીય પ્રયોગોનો આશરો લઈ રહ્યા છે.સીએએ મોદીની ગેરંટીનો પુરાવો છે: યુપીના લાલગંજમાં પીએમ મોદી
May 16th, 11:10 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના લાલગંજમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે એક શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.The INDI Alliance struggles with a lack of substantial issues: PM Modi in Wardha
April 19th, 06:00 pm
Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.Enthusiasts of Wardha, Maharashtra welcome PM Modi at a public meeting
April 19th, 05:15 pm
Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.કોચરબ આશ્રમના ઉદ્ઘાટન અને ગુજરાતમાં સાબરમતી આશ્રમ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:45 am
પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યો છે. અને મારી જેમ દરેકને જ્યારે પણ અહીં આવવાની તક મળે છે ત્યારે અમે બાપુની પ્રેરણાને અમારી અંદર સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. સત્ય અને અહિંસાનો આદર્શ હોવો જોઈએ, રાષ્ટ્ર આરાધનાનો સંકલ્પ હોવો જોઈએ, ગરીબો અને વંચિતોની સેવામાં નારાયણની સેવા જોવાની લાગણી હોવી જોઈએ, સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ સંસ્કારોને જીવંત રાખી રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે આજે મેં અહીં સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અને વિસ્તરણનો શિલાન્યાસ કર્યો છે. કોચરબ આશ્રમ કે જે બાપુ શરૂઆતમાં આવ્યા તે અગાઉનો પહેલો આશ્રમ હતો, તેનો પણ વિકાસ થયો છે અને આજે તેનું લોકાર્પણ પણ થયું તેનો મને આનંદ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ કોચરબ આશ્રમમાં પોતાનો પહેલો આશ્રમ બનાવ્યો હતો. ગાંધીજી અહીં ચરખો કાંતતા હતા અને સુથારી કામ શીખતા હતા. કોચરબ આશ્રમમાં બે વર્ષ રહ્યા પછી ગાંધીજી પછી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા. પુનઃનિર્માણ બાદ હવે કોચરબ આશ્રમમાં ગાંધીજીના એ દિવસોની યાદોને વધુ સારી રીતે સાચવવામાં આવશે. હું આદરણીય બાપુના ચરણોમાં નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્થળોના વિકાસ માટે હું તમામ દેશવાસીઓને પણ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું
March 12th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું.પ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
March 10th, 05:24 pm
પ્રધાનમંત્રી 12મી માર્ચ, 2024ના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9:15 વાગ્યે, અમદાવાદ ખાતે રૂ. 85,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ સવારે 10 વાગે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સવારે 1:45 વાગ્યે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન 'ભારત શક્તિ'નાં સાક્ષી બનશે.બિહારના બેતિયાહમાં વિકસિત ભારત-વિકસિત બિહાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 04:00 pm
રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, મંત્રીમંડળમાં મારા સાથી નિત્યાનંદ રાયજી, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાજી, સમ્રાટ ચૌધરીજી, રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ, વિજય કુમાર ચૌધરીજી, સંતોષ કુમાર સુમનજી, સાંસદ સંજય જયસ્વાલજી. , રાધા મોહનજી, સુનિલ કુમારજી, રમા દેવીજી, સતીશ ચંદ્ર દુબેજી, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો અને બિહારના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ બિહારનાં બેતિયાહમાં વિકસિત ભારત વિકસિત બિહાર કાર્યક્રમને સંબોધન કર્યું
March 06th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયાહમાં આશરે રૂ. 12,800 કરોડની કિંમતની રેલ, રોડ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સંબંધિત બહુવિધ માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો..17મી લોકસભાની છેલ્લી બેઠકને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 10th, 04:59 pm
આજનો આ દિવસ લોકશાહીની એક મહાન પરંપરાનો મહત્વપૂર્ણ દિવસ છે. સત્તરમી લોકસભાએ જે રીતે દેશની સેવામાં તેનાં પાંચ વર્ષ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. અનેક પડકારોને પાર કરીને સૌએ પોતાનાં સામર્થ્યથી દેશને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કર્યો, એક રીતે જોઈએ તો, આજનો આ દિવસ આપણા સૌની તે પાંચ વર્ષની વૈચારિક યાત્રાનો, રાષ્ટ્રને સમર્પિત એ સમયનો, દેશને ફરી એક વાર પોતાના સંકલ્પોને રાષ્ટ્રનાં ચરણોમાં સમર્પિત કરવાનો આ અવસર છે. આ પાંચ વર્ષમાં દેશમાં રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ, એવું બહુ જ ઓછું બને છે કે રિફોર્મ પણ થાય, પરફોર્મ પણ થાય અને ટ્રાન્સફોર્મ થતા આપણે આપણી નજર સામે જોઈ શકતા હોઈએ, એક નવો વિશ્વાસ ભરતા હોય. આનો અનુભવ આજે સત્તરમી લોકસભાથી દેશ કરી રહ્યો છે. અને હું નિશ્ચિતપણે માનું છું કે દેશ ચોક્કસપણે સત્તરમી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે. આ તમામ પ્રક્રિયામાં ગૃહના તમામ માનનીય સભ્યોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અને આ સમય છે કે હું આ ગ્રૂપના નેતા તરીકે અને તમારા બધાના સાથી તરીકે પણ તમામ માનનીય સાંસદોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 17મી લોકસભાની છેલ્લી બેઠકને સંબોધન કર્યું
February 10th, 04:54 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો પ્રસંગ ભારતની લોકશાહી માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને દેશને દિશા આપવા માટે 17મી લોકસભાના તમામ સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે રાષ્ટ્રની વૈચારિક સફર અને તેની સુધારણા માટેનો સમય સમર્પિત કરવાનો વિશેષ પ્રસંગ છે. રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ એ છેલ્લાં 5 વર્ષથી મંત્ર રહ્યો છે, તેમણે એમ કહેતા નોંધ્યું હતું કે, આજે આખો દેશ તેનો અનુભવ કરી શકે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતની જનતા 17મી લોકસભાને તેના પ્રયાસો માટે આશીર્વાદ આપવાનું ચાલુ રાખશે. ગૃહના તમામ સભ્યોનાં યોગદાન પર ભાર મૂકતા શ્રી મોદીએ તેમના પ્રત્યે, ખાસ કરીને ગૃહના સ્પીકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્પીકરનો આભાર માન્યો હતો અને ગૃહનાં સતત હસતા, સંતુલિત અને નિષ્પક્ષ સંચાલન માટે તેમની પ્રશંસા કરી હતી.