કેબિનેટે અયોધ્યા એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી અને તેને “મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપ્યું

January 05th, 08:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અયોધ્યા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત કરવા અને તેને “મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા ધામ ખાતે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

December 30th, 04:50 pm

બાદમાં, એક જાહેર કાર્યક્રમમાં, પ્રધાનમંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મહર્ષિ વાલ્મીકિની રામાયણ એ જ્ઞાનનો માર્ગ છે જે આપણને શ્રી રામ સાથે જોડે છે. આધુનિક ભારતમાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ આપણને અયોધ્યા ધામ અને દિવ્ય-ભવ્ય-નવા રામ મંદિર સાથે જોડશે. પ્રથમ તબક્કામાં એરપોર્ટ વાર્ષિક 10 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકે છે અને બીજા તબક્કા પછી, મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 60 લાખ મુસાફરોને પૂરી કરશે.