પ્રધાનમંત્રી શ્રીએ કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ સ્તૂપમાં પ્રાર્થના કરી

May 16th, 07:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બુદ્ધ પૂર્ણિમાના અવસરે ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ સ્તૂપમાં પ્રાર્થના કરી હતી. આજે અગાઉ, પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળના લુમ્બિનીની મુલાકાત લીધી હતી અને માયા દેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદુર દેઉબાએ લુમ્બિની મઠના ક્ષેત્રમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કરી હતી. શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં પણ હાજરી આપી હતી.