આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચેઃ પ્રધાનમંત્રી શ્રી મોદી
June 21st, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગ આચાર્યો, યોગ પ્રચારકો અને યોગ કાર્ય સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિને એ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચે. તેઓ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યા હતા.કોવિડ-પ્રભાવિત વિશ્વમાં યોગ આશાના કિરણ સમાન છેઃ પ્રધાનમંત્રી મોદી
June 21st, 08:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહામારી દરમિયાન યોગની ભૂમિકાના સંદર્ભમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ કઠિન સમયમાં યોગ લોકો માટે એક શક્તિ અને આત્મવિશ્વાસનું સાધન સિદ્ધ થયું છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન દેશો માટે યોગ દિવસ ભૂલવો આસાન હતો કેમકે આ તેમની સંસ્કૃતિનું આંતરિક અંગ નથી, પરંતુ તેનાથી વિપરિત, વિશ્વ સ્તર પર યોગ પ્રત્યે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:42 am
આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું એક કિરણ બની રહ્યો છે. બે વર્ષથી દુનિયાભરના દેશોમાં કોઈ મોટો કાર્યક્રમ આયોજીત થયો ન હોય તો પણ યોગ પ્રત્યેનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. કોરોના હોવા છતાં પણ આ વખતે યોગ દિવસના વિષય ‘યોગ ફોર વેલનેસ’ ને કારણે કરોડો લોકોના ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે. હું આજે યોગ દિવસે એવી આશા વ્યક્ત કરૂં છું કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, બધે એક બીજાની સાથે રહીને પરસ્પરની તાકાત બને.સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી છતાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘સુખાકારી માટે યોગ’ (યોગા ફોર વોલનેસ)એ પ્રજાનું મનોબળ વધાર્યુ છે અને તેમણે દરેક દેશ, સમાજ અને વ્યક્તિના આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી તથા આશા વ્યક્ત કરી હતી કે આપણે એકબીજાને મજબૂત બનાવવા માટે એકત્રિત થઇશું, પ્રધાનમંત્રી આજે સાતમા આંતરરાષ્ટ્રીય .યોગ દિવસના અવસર પર સંબોધન કરી રહ્યા હતા.