પ્રધાનમંત્રી બ્રાઝિલના રાષ્ટ્રપતિને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

December 12th, 09:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

November 20th, 08:05 pm

G-20 ટ્રોઇકાના સભ્ય તરીકે, પ્રધાનમંત્રીએ બ્રાઝિલના જી-20 એજન્ડા માટે ભારતના સમર્થનને પણ રેખાંકિત કર્યું હતું જે ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસન સુધારણા પર કેન્દ્રિત છે, જેણે વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે આવતા વર્ષે BRICS અને COP 30ના બ્રાઝિલના નેતૃત્વ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

"સામાજિક સર્વસમાવેશકતા અને ભૂખમરા તથા ગરીબી સામેની લડાઈ" વિષય પર જી20 સત્રમાં પ્રધાનમંત્રીની ટીપ્પણી

November 18th, 08:00 pm

શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ લુલાને જી-20 સમિટના આયોજન માટે અને તેમના સફળ જી-20 પ્રેસિડેન્સી માટે કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાઓ માટે અભિનંદન આપવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ સામાજિક સમાવેશિતા અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ પર જી-20 સત્રને સંબોધિત કર્યું

November 18th, 07:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​'સામાજિક સમાવેશ અને ભૂખ અને ગરીબી સામેની લડાઈ' વિષય પર જી-20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઈસ ઈનાસિઓ લુલા ડા સિલ્વાનો સમિટનું આયોજન કરવા બદલ અને તેમની ઉદાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કેન્દ્રિત બ્રાઝિલના G20 એજન્ડાની પ્રશંસા કરી, નોંધ્યું કે આ અભિગમ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રકાશિત કરે છે અને નવી દિલ્હી G20 સમિટના લોકો-કેન્દ્રિત નિર્ણયોને આગળ લઈ જાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય G20 પ્રેસિડન્સીનું વન અર્થ, વન ફેમિલી કુટુંબ, વન ફ્યુચર માટેનું આહ્વાન રિયોની વાતચીતમાં પડઘો પડતો રહ્યો.

નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

November 16th, 12:45 pm

મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના પર નિર્માણ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઈજીરીયાના મિત્રોને મળવાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જેમણે મને હિન્દીમાં ઉષ્માભર્યા સ્વાગત સંદેશો મોકલ્યા છે.

વડાપ્રધાન મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લેશે

November 12th, 07:44 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની સત્તાવાર મુલાકાતે જશે. નાઈજીરીયામાં તેઓ ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા ભારતીય સમુદાયને સંબોધશે. તે બ્રાઝિલમાં G-20 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન ગયાનામાં વરિષ્ઠ નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, સંસદને સંબોધશે અને CARICOM-ભારત સમિટમાં ભાગ લેશે, જેમાં તેઓ કેરેબિયન ક્ષેત્ર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે.

વર્ચ્યુઅલ G-20 સમિટમાં પ્રધાનમંત્રીનું સમાપન નિવેદન (નવેમ્બર 22, 2023)

November 22nd, 09:39 pm

હું ફરી એકવાર તમારા મૂલ્યવાન વિચારોની પ્રશંસા કરું છું. તમે જે ખુલ્લા મનથી તમારા વિચારો વ્યક્ત કર્યા તે બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે નવી દિલ્હી ઘોષણાપત્રમાં ઘણા ક્ષેત્રોમાં સામાન્ય પ્રતિબદ્ધતાઓ કરી હતી. આજે આપણે ફરીથી તે પ્રતિબદ્ધતાઓને આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે. વિકાસ એજન્ડા ઉપરાંત, અમે વૈશ્વિક પરિસ્થિતિઓ અને તેના આર્થિક અને સામાજિક અસરો પર પણ મંતવ્યો શેર કર્યા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ આવ્યો

November 10th, 08:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા તરફથી ટેલિફોન કૉલ મળ્યો.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

September 10th, 08:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ, નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ બેઠક યોજી હતી.

ભારત-બ્રાઝિલનું સંયુક્ત નિવેદન

September 10th, 07:47 pm

પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદી અને બ્રાઝિલ ફેડરેટિવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 10 સપ્ટેમ્બર, 2023ના રોજ જી20 શિખર સંમેલનની સાથે-સાથે નવી દિલ્હીમાં મળ્યા હતા.

G20 સમિટના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન

September 10th, 02:12 pm

અમે બ્રાઝિલને અમારું સંપૂર્ણ સમર્થન આપીશું અને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ, G-20 આપણા સહિયારા લક્ષ્યોને આગળ વધારશે.

પ્રધાનમંત્રીની બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

May 21st, 09:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 મે 2023 ના રોજ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં બ્રાઝિલના પ્રમુખ મહામહિમ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીશ્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન આપ્યા

January 02nd, 07:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા

October 31st, 12:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.