'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 20th, 11:45 am

બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું

September 20th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને ગણેશ પૂજામાં ઉપસ્થિત રહ્યાં

September 11th, 11:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને શુભ ગણેશ પૂજામાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

September 07th, 09:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગણેશ ચતુર્થીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.