પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 23rd, 09:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ પુણેમાં ગયા વર્ષના કાર્યક્રમમાંથી તેમનું ભાષણ પણ શેર કર્યું હતું, જ્યાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું હતું.

પુણે, મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક એવોર્ડ સમારોહ 2023માં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

August 01st, 12:00 pm

આજનો આ દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે. હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું તેટલો જ હું લાગણીશીલ પણ છું. આપણા સમાજના મહાનાયક અને ભારતનું ગૌરવ એવા બાળ ગંગાધર તિલકજીની આજે પુણ્યતિથિ છે. તેમજ આજે અન્નાભાઈ સાઠેજીની જન્મજયંતિ છે. લોકમાન્ય તિલકજી તો આપણી આઝાદીના ઈતિહાસના માથાનું તિલક છે. આ સાથે સમાજને સુધારવામાં અન્નાભાઈનું યોગદાન અસાધારણ, અપ્રતિમ છે. હું આ બંને મહાપુરુષોના ચરણોમાં નમન કરું છું.

પ્રધાનમંત્રીશ્રી મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

August 01st, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લોકમાન્ય તિલકના વારસાના સન્માનમાં 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે પ્રોજેક્ટને રોકડ પુરસ્કાર દાનમાં આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

August 01st, 08:29 am

શ્રી મોદી આજે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે પ્રધાનમંત્રી મોદી પૂણેમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી 1લી ઓગસ્ટે પુણેની મુલાકાત લેશે

July 30th, 01:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી દગડુશેઠ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સવારે 11:45 વાગ્યે તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ, 12:45 PM પર, પ્રધાનમંત્રી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.