
ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 02:00 pm
વિશ્વના આધુનિક અર્થતંત્રોમાં સ્ટીલે કરોડરજ્જુ જેવી ભૂમિકા ભજવી છે. ભલે તે ગગનચુંબી ઇમારતો હોય કે શિપિંગ, હાઇવે હોય કે હાઇ-સ્પીડ રેલ, સ્માર્ટ સિટી હોય કે ઔદ્યોગિક કોરિડોર, દરેક સફળતાની વાર્તા પાછળ સ્ટીલ શક્તિ છે. આજે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સંકલ્પને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા પણ ઓછી નથી. અમને ગર્વ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે. અમે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આપણો માથાદીઠ સ્ટીલનો વપરાશ લગભગ અઠ્ઠાણુ કિલોગ્રામ છે, અને તે પણ 2030 સુધીમાં વધીને એકસો સાઠ કિલોગ્રામ થવાની સંભાવના છે. સ્ટીલનો આ વધતો વપરાશ દેશના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્ર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ તરીકે કાર્ય કરે છે. આ દેશની દિશા અને સરકારની કાર્યક્ષમતા અને અસરકારકતાની પણ કસોટી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમને સંબોધન કર્યું
April 24th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ચર્ચાવિચારણામાં ભારતનાં સનરાઇઝ સેક્ટર – સ્ટીલ ઉદ્યોગની સંભવિતતા અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતની પ્રગતિનો પાયો છે, વિકસિત ભારતનો પાયો મજબૂત કરે છે અને દેશમાં પરિવર્તનનો નવો અધ્યાય લખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા સ્ટીલ 2025માં દરેકનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઇવેન્ટ નવા વિચારો વહેંચવા, નવી ભાગીદારી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચપેડ તરીકે કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્ટીલ ક્ષેત્રમાં નવા પ્રકરણ માટે પાયો નાખશે.
જાપાન-ભારત વ્યાપાર સહકાર સમિતિના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી
March 05th, 07:52 pm
જાપાન-ભારત વ્યાપાર સહકાર સમિતિ (JIBCC)ના 17 સભ્યોના પ્રતિનિધિમંડળે તેના અધ્યક્ષ શ્રી તાત્સુઓ યાસુનાગાના નેતૃત્વમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળમાં ઉત્પાદન, બેંકિંગ, એરલાઇન્સ, ફાર્મા ક્ષેત્ર, પ્લાન્ટ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોના અગ્રણી જાપાની કોર્પોરેટ ગૃહોના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.The World This Week On India
March 05th, 11:37 am
India is seeing a week of intense engagement with global partners while making headway in important domestic sectors. The European Commission leadership visited India, trade discussions with Latin America moved forward, and international businesses expanded their presence in the country. Meanwhile, India’s logistics, healthcare, and aviation sectors are undergoing changes that could have lasting economic effects.ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 11:10 am
પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વની ભૂમિ આજે એક નવા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહી છે. એડવાન્ટેજ આસામ એ સમગ્ર વિશ્વને આસામની સંભાવના અને પ્રગતિ સાથે જોડવાનું એક મહા અભિયાન છે. ઇતિહાસ સાક્ષી છે કે અગાઉ પણ ભારતની સમૃદ્ધિમાં પૂર્વીય ભારતની મુખ્ય ભૂમિકા હતી. આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર પૂર્વી ભારત, આપણું ઉત્તર પૂર્વ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. હું એડવાન્ટેજ આસામને આ ભાવનાના પ્રતિબિંબ તરીકે જોઉં છું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું આસામ સરકાર અને હિમંતજીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મને યાદ છે કે 2013માં જ્યારે હું ચૂંટણી પ્રચાર માટે આસામનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે એક સભામાં મારા મગજમાંથી એક શબ્દ નીકળ્યો અને મેં કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મૂળાક્ષરો વાંચવાનું શરૂ કરશે અને આસામ માટે A કહેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 25th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે
February 22nd, 02:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 15th, 08:30 pm
છેલ્લી વાર જ્યારે હું ET નાઉ સમિટમાં આવ્યો હતો, ત્યારે ચૂંટણીઓ થવાની હતી અને તે સમયે મેં તમારી વચ્ચે પૂરી નમ્રતાથી કહ્યું હતું કે, અમારા ત્રીજા કાર્યકાળમાં, ભારત એક નવી ગતિ સાથે કામ કરશે. મને સંતોષ છે કે આજે આ ગતિ દેખાઈ રહી છે અને દેશ પણ તેને સમર્થન આપી રહ્યો છે. નવી સરકારની રચના પછી, દેશના ઘણા રાજ્યોમાં ભાજપ-એનડીએને સતત જનતાના આશીર્વાદ મળી રહ્યા છે! જૂનમાં, ઓડિશાના લોકોએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપ્યો, પછી હરિયાણાના લોકોએ તેને ટેકો આપ્યો અને હવે દિલ્હીના લોકોએ અમને સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ એક સ્વીકૃતિ છે કે આજે દેશના લોકો વિકસિત ભારતના ધ્યેય તરફ ખભે ખભા મિલાવીને કેવી રીતે ચાલી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025ને સંબોધન કર્યું
February 15th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025માં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઇટી નાઉ સમિટની છેલ્લી આવૃત્તિમાં તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં નવી ગતિએ કામ કરશે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ ઝડપ હવે સ્પષ્ટ થઈ ગઈ છે અને દેશમાંથી સાથ સહકાર મળી રહ્યો છે. તેમણે વિસ્તૃત ભારતની પ્રતિબદ્ધતા માટે અપાર સમર્થન દર્શાવવા બદલ ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે દેશનાં નાગરિકો કેવી રીતે વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
February 14th, 04:57 am
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
January 15th, 11:08 am
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા
January 15th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.