મંત્રીમંડળે કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે લોન ગેરેન્ટી યોજના (LGSCAS)ને અને કટોકટી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના (ECLGS) માટે સિલક વધારવા માટે મંજૂરી આપી

June 30th, 06:57 pm

કોવિડ-19ના બીજા ચરણમાં ખાસ કરીને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં આવેલા વિક્ષેપોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે લોન ગેરેન્ટી યોજના (LGSCAS)ને મંજૂરી આપી છે જે આરોગ્ય/તબીબી માળખાકીય સુવિધાઓ સંબધિત બ્રાઉનફિલ્ડના વિસ્તરણ અને ગ્રીનફિલ્ડ પરિયોજનાઓ માટે નાણાકીય ગેરેન્ટી આવરણ પૂરું પાડવા માટે રૂપિયા 50,000 કરોડનું ભંડોળ સક્ષમ કરે છે.