કેબિનેટે તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે PM-વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી જેથી નાણાકીય અવરોધો ભારતના કોઈપણ યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવાથી રોકે નહીં

November 06th, 03:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મીને કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના મંજૂર કરી દીધી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા ઇચ્છે છે, જેથી નાણાકીય તંગી કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવી ન શકે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માંથી બહાર આવેલી અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે, સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનાં એચઇઆઇમાં વિવિધ પગલાં મારફતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવી જોઈએ. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ, કોઈપણ વિદ્યાર્થી કે જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (ક્યુએચઈઆઈ) માં પ્રવેશ મેળવે છે, તે ટ્યુશન ફી અને અભ્યાસક્રમને લગતા અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે.આ યોજનાનું સંચાલન સરળ, પારદર્શક અને વિદ્યાર્થીઓને અનુકૂળ સિસ્ટમ મારફતે કરવામાં આવશે, જે આંતર-કાર્યક્ષમ અને સંપૂર્ણપણે ડિજિટલ હશે.