સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 19th, 11:32 pm
21મી સદીનું ભારત આજે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્ર પર આગળ વધી રહ્યું છે. હવે દરેક ભારતીય આ વિચારમાંથી બહાર આવી ગયો છે કે કંઈ ન થઈ શકે, આ બદલાઈ શકે નહીં. આ નવી વિચારસરણીના કારણે છેલ્લા 10 વર્ષમાં ભારત 10માથી પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. આજે ભારતની યુપીઆઈનો અવાજ આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. કોરોના સંકટ દરમિયાન ભારતે મેડ ઈન ઈન્ડિયા વેક્સીન બનાવી. ભારતે પણ તેના નાગરિકોને મફતમાં રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને વિશ્વના ડઝનબંધ દેશોમાં રસી પહોંચાડી.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓને સંબોધન કર્યું
December 19th, 09:30 pm
પ્રધાનમંત્રીએ કોલસા મંત્રાલયની પરિવહન અને લોજિસ્ટિક્સની થીમ પર કામ કરી રહેલા કર્ણાટકના મૈસૂર ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના શ્રી સોયકત દાસ અને શ્રી પ્રોતિક સાહા સાથે સંવાદ કર્યો હતો. તેઓ રેલવેના માલવહન માટે IoT આધારિત પ્રણાલી તૈયાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતં કે, હેકાથોન તેમના માટે પણ શીખવાનો એક અવસર છે અને તેઓ હંમેશા સહભાગીઓ સાથે વાર્તાલાપ કરવા માટે આતુર રહે છે. સહભાગીઓના ચમકી રહેલા ચહેરાઓ પર નજર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉત્સાહ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણ માટેની તેમની ઇચ્છા ભારતની યુવા શક્તિની ઓળખ બની ગઇ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમે પણ પ્રધાનમંત્રીને જાણ કરી હતી કે, તેઓ રેલવે કોલસા વેગનના અન્ડરલોડિંગ અને ઓવરલોડિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેના લીધે નુકસાન અથવા દંડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ IoT અને AI આધારિત તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ટીમમાં કુલ છ સભ્યો છે જેમાં ભારતના ત્રણ અને બાંગ્લાદેશના ત્રણ સભ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમણે હાથ ધરેલા આ પ્રયાસથી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહેલી ભારતીય રેલવેને ફાયદો. તેમણે માહિતી આપી હતી કે, માલ પરિવહન એ ધ્યાનમાં રાખવામાં આવતું ક્ષેત્ર છે અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશમાંથી ઘણા વધુ વિદ્યાર્થીઓ ભારત આવશે અને ઉલ્લેખ કર્યો હતો કે, ‘ભારતમાં અભ્યાસ’ નામનો કાર્યક્રમ આવા વિદ્યાર્થીઓને મદદરરૂપ થશે.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.મ્યુનિક, જર્મનીમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 06:31 pm
મને કહેવામાં આવ્યું કે તમારામાંથી ઘણા દૂર દૂરથી લાંબી મુસાફરી કરીને આજે અહીં આવ્યા છે. હું તમારા બધામાં ભારતની સંસ્કૃતિ, એકતા અને બંધુત્વની ભાવના જોઉં છું. હું તમારો પ્રેમ ક્યારેય ભૂલી શકતો નથી. તમારા આ પ્રેમ માટે, આ ઉત્સાહ અને ઉમંગ માટે, મને ખાતરી છે કે ભારતમાં જેમણે પણ આ સમાચાર જોયા હશે તેમની છાતી ગર્વથી ફૂલાઈ જશે.પ્રધાનમંત્રી શ્રીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
June 26th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.બેંગલુરુમાં વિકાસકીય પ્રોજેક્ટના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 02:46 pm
કરુનાડ, નન્ન પ્રીતિય, નમસ્કારગડુ, બેગલૂરિયન મહા જનતેગે, વિશેષવાદ નમસ્કારગડુ, કર્ણાટકા રાજ્યદ પાલિગે, ઇંદુ મહત્વદ દિનવાદિગે રાજ્યદલ્લિ, હલવારુ મૂલઊત સઉકર્ય, કલ્પિસુવ યોજનેહડન્નુ, જારી ગોડીસલુ નનગે બહડ, સંતોષ-વાગુત્તિદે. કર્ણાટકના રાજ્યપાલી શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બાસવરાજ જી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી પ્રહલાદ જોશી જી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ, બેંગલુરુના મારા તમામ બહેનો અને ભાઈઓ નમસ્કાર.PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru
June 20th, 02:45 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.We have made technology a key tool to impart new strength, speed and scale to the country: PM Modi
May 27th, 03:45 pm
PM Modi inaugurated India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022 in New Delhi. Addressing the gathering, the Prime Minister conveyed his fascination and interest in the drone sector and said that he was deeply impressed by the drone exhibition and the spirit of the entrepreneurs and innovation in the sector.PM inaugurates India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022
May 27th, 11:21 am
PM Modi inaugurated India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022 in New Delhi. Addressing the gathering, the Prime Minister conveyed his fascination and interest in the drone sector and said that he was deeply impressed by the drone exhibition and the spirit of the entrepreneurs and innovation in the sector.પ્રધાનમંત્રી 27 મેના રોજ પ્રગતિ મેદાન ખાતે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ - ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે
May 26th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 મે 2022ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ - ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે.ગરુડ એરોસ્પેસ દ્વારા 100 કિસાન ડ્રોનની સાક્ષી ફ્લાઇટ દરમિયાન પીએમના ભાષણનો મૂળપાઠ
February 19th, 11:54 am
જો નીતિઓ સાચી હોય તો દેશ કેટલો ઊંચો ઉડી શકે? આજનો દિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. થોડા વર્ષો પહેલા સુધી જ્યારે દેશમાં ડ્રોનનું નામ લેવામાં આવતું હતું ત્યારે એવું લાગતું હતું કે તે સેના સાથે જોડાયેલી સિસ્ટમ છે. આ વસ્તુઓ દુશ્મનો સામે લડવા માટે વપરાય છે. સમાન શ્રેણીમાં વિચાર્યું. પરંતુ આજે આપણે માનેસરમાં ખેડૂત ડ્રોન સુવિધાનું ઉદાહરણ આપી રહ્યા છીએ. 21મી સદીની આધુનિક ખેતી પદ્ધતિની દિશામાં આ એક નવો અધ્યાય છે. મને ખાતરી છે કે આ પ્રક્ષેપણ માત્ર ડ્રોન ક્ષેત્રના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે નહીં, પરંતુ તે શક્યતાઓનું અનંત આકાશ પણ ખોલશે. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે ગરુડ એરોસ્પેસે આગામી બે વર્ષમાં એક લાખ મેડ ઈન ઈન્ડિયા ડ્રોન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આનાથી ઘણા યુવાનોને નવી નોકરીઓ અને નવી તકો મળશે. આ માટે હું ગરુડ એરોસ્પેસની ટીમ અને તમામ યુવા સાથીઓને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોનને ક્રિયામાં જોઈને આનંદ થયો
February 19th, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોન્સને ક્રિયામાં જોયાનો તેઓને આનંદ છે.વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ સંબોધનનો મૂળપાઠ
January 17th, 08:31 pm
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.ભારતમાં વિનિર્માણની ક્ષમતાઓ વધારવા માટે સરકારે ઓટો ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી
September 15th, 04:34 pm
'આત્મનિર્ભર ભારત' દૂરંદેશીની દિશામાં એક ડગલું આગળ વધતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઓટોમોટીવ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે રૂપિયા 26,058 કરોડની અંદાજપત્રીય ખર્ચની જોગવાઇ સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. ઓટો ક્ષેત્ર માટેની આ PLIયોજનાથી ઉચ્ચ મૂલ્યના અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી વાહનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. ઉચ્ચ ટેકનોલોજી, વધુ કાર્યદક્ષ અને હરીત ઓટોમોટીવ વિનિર્માણ મામલે તે નવા યુગનો ઉદય કરશે.અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:01 pm
ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.હિમાચલ પ્રદેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલ સંવાદનો મૂળપાઠ
September 06th, 11:01 am
હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 06th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.