હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 12th, 03:00 pm
મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્ભૂત સંયોગ છે, આ એક અદ્ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
November 12th, 02:31 pm
જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના લેપચામાં જવાનો સાથે દિવાળી ઉજવશે
November 12th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે.