આસામ રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

May 25th, 05:13 pm

હું આસામ સરકારમાં સરકારી નોકરી મેળવનાર તમામ યુવાનો અને તેમના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગયા મહિને હું બિહુ પર આસામ આવ્યો હતો. એ ભવ્ય પ્રસંગની સ્મૃતિ મારાં મનમાં હજુ તાજી છે. તે સમયે જે કાર્યક્રમ થયો તે આસામી સંસ્કૃતિના ગૌરવગાનનું પ્રતિક હતો. આજનો રોજગાર મેળો એ વાતનું પ્રતિક છે કે આસામની ભાજપ સરકાર યુવાનોનાં ભવિષ્ય માટે કેટલી ગંભીર છે. આ પહેલા પણ આસામમાં રોજગાર મેળા દ્વારા 40 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. આજે લગભગ 45 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. હું તમામ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએએ આસામ રોજગારમેળામાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું

May 25th, 05:00 pm

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આસામ સરકારમાં સરકારી નોકરીઓ માટે નવા ભરતી કરવામાં આવેલા યુવાનો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગયા મહિને બિહુના અવસર નિમિત્તે રાજ્યની મુલાકાત લીધી તેની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે, આસામી સંસ્કૃતિના મહિમાનું પ્રતિક એવા ભવ્ય કાર્યક્રમની યાદ હજી પણ તેમના મગજમાં તાજી છે. તેમણે નોંધ્યું હતું કે, આજે યોજવામાં આવેલો રોજગારમેળો આસામના યુવાનોના ભવિષ્ય પ્રત્યેની ગંભીરતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. આ અગાઉ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આસામમાં રોજગારમેળા દ્વારા 40 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે, આજે લગભગ 45 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે અને તેમણે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.

ગુજરાતના ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન ખાતે પીએમના સંબોધનનો મૂળપાઠ

May 12th, 10:31 am

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી અને જીવનભર પોતાનો પરિચય શિક્ષક તરીકે કરાવનાર પરશોત્તમ રૂપાલાજી, ભારતની સંસદની છેલ્લી ચૂંટણીમાં, દેશમાં , સમગ્ર દેશમાં વધુ મતો મેળવીને જીતેલા શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો, દેશના ખૂણે ખૂણેથી આવેલા આદરણીય શિક્ષકો, બહેનો અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો

May 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન “અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન”માં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજવામાં આવેલા પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આ અધિવેશનની થીમ ‘શિક્ષણ પરિવર્તનના હાર્દમાં શિક્ષકો’ રાખવામાં આવી છે.

મન કી બાત 2.0ના 19મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.12.2020)

December 27th, 11:30 am

સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.

India has a rich legacy in science, technology and innovation: PM Modi

December 22nd, 04:31 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

PM delivers inaugural address at IISF 2020

December 22nd, 04:27 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને સલામ કરતા વડાપ્રધાન; ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિશ્નનને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ અર્પી

September 05th, 11:14 am

શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સલામ કરી હતી. વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનને પણ તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

August 27th, 11:36 am

‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.