G20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
September 10th, 12:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સભ્ય દેશોના નેતાઓ સાથે આજે પ્રતિષ્ઠિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિને માર્ગદર્શન આપે છે.પ્રધાનમંત્રીએ 13મી બ્રિક્સ શિખર બેઠકની અધ્યક્ષતા કરી
September 09th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 13મી બ્રિક્સ શિખર બેઠકની વર્ચ્યુઅલી અધ્યક્ષતા કરી હતી.13મી બ્રિક્સ શિખર બેઠક ખાતે પ્રધાનમંત્રીનું આવકાર સંબોધન
September 09th, 05:43 pm
આ બ્રિક્સ શિખર બેઠકમાં હું આપ સૌને આવકારું છું. બ્રિક્સની 15મી વર્ષગાંઠના અવસરે આ શિખર બેઠકની અધ્યક્ષતા કરવી મારા માટે અને ભારત માટે બહુ આનંદની વાત છે. આપની સાથે આજની શિખર બેઠક માટે આપની પાસે વિગતવાર કાર્યસૂચિ છે. જો આપ સૌ સંમત થશો તો આપણે આ એજન્ડા-કાર્યસૂચિને અપનાવી શકીએ છીએ. આભાર. આ એજન્ડા હવે અપનાવી લેવાય છે.13મુ બ્રિક્સ શિખર સંમેલન
September 07th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 9 સપ્ટેમ્બર, 2021ના રોજ 13મા બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2021માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈર બોલ્સોનારો; રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન; ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ; અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સાઈરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ, ન્યૂ ડેવલપમેંટ બેંકના અધ્યક્ષ શ્રી માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના અસ્થાયી અધ્યક્ષ શ્રી ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના અસ્થાયી અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી આ અવસર પર શિખર સંમેલનમાં ઉપસ્થિત રાજાધ્યક્ષોની સામે પોત-પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યોની વિગતો પ્રસ્તુત કરશે.શ્રી કલ્યાણ સિંહના મૃત્યુ અંગે મીડિયા સમક્ષ પ્રધાનમંત્રીનું નિવેદન
August 22nd, 11:42 am
આ આપણા બધા માટે શોકનો સમય છે. કલ્યાણ સિંહ જીના માતા -પિતાએ તેમનું નામ કલ્યાણ સિંહ રાખ્યું હતું. તેમણે જીવન એવી રીતે જીવ્યું કે તેમણે તેમના માતાપિતા દ્વારા આપવામાં આવેલા નામને સાર્થક કર્યું. તેઓ જીવનભર લોકોના કલ્યાણ માટે જીવ્યા, તેમણે જનકલ્યાણને તેમનો જીવનમંત્ર બનાવ્યો. અને તેમણે ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનસંઘ, સમગ્ર પરિવારને એક વિચાર માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કર્યો.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.આદરણીય પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષપદ હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દે રાજકીય પક્ષોની મળેલી બેઠક અંગે ડૉ. જિતેન્દ્ર સિંહનું નિવેદન
June 24th, 11:53 pm
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિવિધ રાજકીય પક્ષો સાથે મળેલી બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીને મજબૂત બનાવવા તથા તેના વિકાસ તરફનો આ હકારાત્મક પ્રયાસ રહ્યો હતો. આ બેઠક અત્યંત સુમેળભર્યા વાતાવરણમાં હાથ ધરાઈ હતી. તેમાં ભાગ લેનારા તમામ પક્ષકારોએ ભારતના બંધારણ અને ભારતની લોકશાહીમાં તેમનો સંપૂર્ણ સહકાર વ્યક્ત કર્યો હતો.જમ્મુ અને કાશ્મીર મુદ્દે આજે યોજાયેલી બેઠક વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું: પ્રધાનમંત્રી
June 24th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠકને સર્વાંગી વિકાસ સાથે વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવી હતી.દિલ્હીમાં કેરીઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા કરિઅપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર સેવાઓના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું, NCC કન્ટિન્જન્ટ્સ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ તેઓ સાક્ષી બન્યા હતા.પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે NCC રેલીને સંબોધન કર્યું
January 28th, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા કરિઅપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર સેવાઓના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું, NCC કન્ટિન્જન્ટ્સ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ તેઓ સાક્ષી બન્યા હતા.નેતાજીની 125મી જન્મજયંતી નિમિત્તે કોલકાતામાં પરાક્રમ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 08:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે નેતાજી પર એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજીની યાદગીરી સ્વરૂપે એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે-સાથે અહીં નેતાજીના જીવન અને કવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમરા નૂતોન જોઉબોનેરી દૂત”નું પણ આયોજન થયું હતું.પ્રધાનમંત્રી કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા
January 23rd, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે નેતાજી પર એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજીની યાદગીરી સ્વરૂપે એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે-સાથે અહીં નેતાજીના જીવન અને કવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમરા નૂતોન જોઉબોનેરી દૂત”નું પણ આયોજન થયું હતું.2જા રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું
January 12th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)
October 25th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 12th, 11:01 am
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું
October 12th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ લોકસભાના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
September 16th, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.