પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો
October 19th, 06:57 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા
August 16th, 01:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.