ભારત અને નોર્ડિક દેશોના શિખર સંમેલન પ્રસંગે સંયુકત પ્રેસ નિવેદન

April 18th, 12:57 pm

આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના વડાપ્રધાનની સ્વિડન યાત્રા (16-17 એપ્રિલ 2018)

April 17th, 11:12 pm

વડાપ્રધાન મોદીની મુલાકાત દરમ્યાન, ભારત અને સ્વિડને ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ: શેર્ડ વેલ્યુઝ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરીટી” નામક ભારત-નોર્ડિક સમિટની યજમાની કરી હતી. ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનોએ આ સમિટમાં ભાગ લીધો હતો. નોર્ડિક દેશો સાથે ભારતના નોંધપાત્ર આર્થિક સંબંધો છે. વાર્ષિક ભારત-નોર્ડિક વ્યાપાર લગભગ $5.3 બિલીયન જેટલો છે. ભારતમાં કુલ નોર્ડિક FDI $2.5 બિલીયન છે.