દિલ્હીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ યુવાનો સાથે કરેલા વાર્તાલાપનો મૂળપાઠ

October 02nd, 04:45 pm

તે રોગોને રોકવામાં મદદ કરે છે, અને આપણે હંમેશાં સ્વચ્છ રહીશું. તદુપરાંત, જો આપણો દેશ સ્વચ્છ રહેશે, તો લોકો પર્યાવરણને વ્યવસ્થિત રાખવાનું મહત્વ સમજશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ નિમિત્તે યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

October 02nd, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં શાળાનાં નાનાં બાળકો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે તેમની સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યાં

October 02nd, 09:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી શ્રીએ સ્વર્ગસ્થ પીએમ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર વિજય ઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 02nd, 03:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય ઘાટ ખાતે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર યાદ કર્યા

October 02nd, 08:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ

August 10th, 04:30 pm

છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.

પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો

August 10th, 04:00 pm

ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.

લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી

May 28th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.

પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી

October 02nd, 05:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વિજય ઘાટ ખાતે લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

October 02nd, 10:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય ઘાટ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી

October 02nd, 09:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લાલ બહાદુર શાસ્ત્રી વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો. શ્રી મોદીએ દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાલ બહાદુર શાસ્ત્રીની ગેલેરીમાંથી કેટલીક ઝલક પણ શેર કરી છે જેમાં પીએમ તરીકેની તેમની જીવન યાત્રા અને સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

નાની ઓનલાઈન ચુકવણીઓ મોટી ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરે છે:પીએમ મોદી મન કી બાત દરમિયાન

April 24th, 11:30 am

શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.

ભારતની વિકાસગાથાનો આ વળાંક છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

November 28th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

October 02nd, 10:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નાના પ્રયત્નો મોટા ફેરફારો તરફ દોરી જાય છે: પીએમ મોદી

September 26th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે ‘વર્લ્ડ રિવર ડે’ એટલે કે ‘વિશ્વ નદી દિવસ’. આપણે ત્યાં કહેવાયું છે -

પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

October 02nd, 06:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદેશી અને નિવાસી ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોના વૈશ્વિક વર્ચ્યુઅલ સંમેલન ‘વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સંમેલન’ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, “વધુ સંખ્યામાં યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે વર્તમાન સમયની માંગ છે. તે માટે, આપણે અવશ્યપણે ઇતિહાસના વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસથી ખૂબ સારી રીતે વાકેફ થવું જરૂરી છે.”

PM remembers Lal Bahadur Shastri on his Jayanti

October 02nd, 09:37 am

The Prime Minister, Shri Narendra Modi has remembered former Prime Minister Lal Bahadur Shastri on his Jayanti.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 02nd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.