ઉત્તરપ્રદેશના વિશ્વકર્માએ એક જિલ્લા એક ઉત્પાદન યોજના માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો

January 08th, 03:20 pm

ઉત્ત પ્રદેશના ગોરખપુરના શ્રી લક્ષ્મી પ્રજાપતિ, જેમનો પરિવાર ટેરાકોટા રેશમના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેમણે પ્રધાનમંત્રીને લક્ષ્મી સ્વ-સહાય જૂથની રચના કરવા વિશે માહિતી આપી હતી, જેમાં આશરે રૂ. 1 કરોડની સામૂહિક વાર્ષિક આવક ધરાવતા 12 સભ્યો અને આશરે 75 સહયોગીઓનો સમાવેશ થાય છે. એક જિલ્લા એક ઉત્પાદનની પહેલનો લાભ લેવા અંગે પ્રધાનમંત્રીશ્રીની પૂછપરછમાં શ્રી પ્રજાપતિએ આ યોજના પ્રત્યેની તેમની દીર્ઘદ્રષ્ટિ બદલ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને માહિતી આપી હતી કે, દરેક કારીગરને કોઈપણ જાતના ખર્ચ વગર માટીનું ઉત્પાદન કરવા માટે ટૂલકિટ, પાવર અને મશીનો પ્રાપ્ત થાય છે, જ્યારે તેમને રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ પ્રદર્શનોમાં ભાગ લેવાની તક પણ મળે છે.