PM Modi invites everyone to Rann Utsav
December 21st, 10:08 am
Prime Minister Shri Narendra Modi has invited everyone to Rann Utsav, which will go on till March 2025. Prime Minister Shri Modi underscored that the festival promises to be an unforgettable experience.ગુજરાતના કચ્છ ખાતે દીપાવલીના અવસરે સુરક્ષા કર્મચારીઓને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:05 pm
દેશની સરહદ પર, સરક્રીક પાસે, કચ્છની ધરતી પર, દેશની સેનાઓ સાથે, સરહદ સુરક્ષા દળો સાથે, તમારી વચ્ચે દિવાળી... આ મારું સૌભાગ્ય છે, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છમાં સુરક્ષા કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી
October 31st, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કચ્છમાં સર ક્રીક વિસ્તારમાં લક્કી નાલા ખાતે ભારત-પાક સરહદ નજીક સીમા સુરક્ષા દળ (બીએસએફ), સેના, નૌકાદળ અને હવાઈદળનાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના સશસ્ત્ર દળો સાથે તહેવારની ઉજવણી કરવાની તેમની પરંપરા ચાલુ રાખી હતી. પ્રધાનમંત્રીએ ક્રીક વિસ્તારમાં આવેલા એક બીઓપીની મુલાકાત પણ લીધી હતી અને બહાદુર સુરક્ષા કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ થવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
October 07th, 09:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં સમયને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાત 'સબ કા સાથ, સબ કા વિકાસ'નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વીતેલા દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની વિકાસલક્ષી હરણફાળથી એ સુનિશ્ચિત થયું છે કે, આપણાં દેશને વૈશ્વિક સ્તરે અતિ આશાવાદ સાથે જોવામાં આવે છે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે તેઓ વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યને સાકાર ન થાય ત્યાં સુધી અવિરત પણે કામ કરતા રહેશે અને આરામ કરશે નહીં.પ્રધાનમંત્રીએ પ્રિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ 2024 માટે વિશ્વ પસંદગીમાં સ્મૃતિવનને સ્થાન આપવા બદલ ખુશી વ્યક્ત કરી
June 15th, 06:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ્સ 2024 માટે વર્લ્ડ સિલેક્શનમાં 2001ના દુ:ખદ ધરતીકંપમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કચ્છમાં શાંતિવનના સમાવેશને બિરદાવ્યો હતો.Congress's mindset is against the rural development of border villages: PM Modi in Barmer
April 12th, 02:30 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi was accorded a bustling welcome by Barmer as he addressed an election rally in Rajasthan. He said, Rajasthan represents valour and courage along with a resolve to enable a 'Viksit Bharat.' He added that looking at the popular support, the people are determined for '4 June 400 Paar, Fir ek Baar Modi Sarkar.'Barmer's bustling welcome for PM Modi as he addresses an election rally in Rajasthan
April 12th, 02:15 pm
Ahead of the upcoming Lok Sabha elections, PM Modi was accorded a bustling welcome by Barmer as he addressed an election rally in Rajasthan. He said, Rajasthan represents valour and courage along with a resolve to enable a 'Viksit Bharat.' He added that looking at the popular support, the people are determined for '4 June 400 Paar, Fir ek Baar Modi Sarkar.'આઈ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 13th, 12:00 pm
વર્તમાન ગાદીપતિ - પૂજ્ય કંચન મા પ્રશાસક - પૂજ્ય ગિરીશ આપા આજે પવિત્ર પોષ મહિનામાં, આપણે સૌ આઈ શ્રી સોનલ માની જન્મશતાબ્દીના સાક્ષી છીએ. માતા સોનલના આશીર્વાદથી જ મને આ પવિત્ર પ્રસંગ સાથે જોડવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. હું સમગ્ર ચારણ સમાજ, તમામ સંચાલકો અને સોનલ માના તમામ ભક્તોને અભિનંદન પાઠવું છું. માધાડા ધામ ચારણ સમુદાય માટે આદરનું કેન્દ્ર છે, શક્તિનું કેન્દ્ર છે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં મારી હાજરી અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા આઈ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી કાર્યક્રમને સંબોધન કર્યું
January 13th, 11:30 am
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આઈ શ્રી સોનલ માની જન્મશતાબ્દી પવિત્ર પોષ માસમાં થઈ રહી છે અને આ પવિત્ર પ્રસંગ સાથે જોડાવા એ સૌભાગ્યની વાત છે કારણ કે તેમણે સોનલ માતાના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે સમગ્ર ચારણ સમાજ અને તમામ પ્રશાસકોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, “માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર, શક્તિ, સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું.Narendra Modi: The Go-To Man in Times of Crises
November 29th, 09:56 pm
“I salute the determination of all those involved in this rescue campaign. Their courage and resolve have given a new life to our fellow workers. Everyone involved in this mission has set a remarkable example of humanity and teamwork,” PM Modi said in a telephonic conversation with the rescued workers who were successfully pulled out of a collapsed tunnel in Uttarakhand.ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 30th, 09:11 pm
સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
October 30th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ યુએનડબલ્યુટીઓ દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતનાં ધોરડોની પ્રશંસા કરી
October 20th, 03:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામની પ્રશંસા કરી હતી.આકાંક્ષી જિલ્લાઓ અંગેના'સંકલ્પ સપ્તાહ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 30th, 10:31 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, સરકારના તમામ અધિકારીઓ, નીતિ આયોગના તમામ સાથીદારોઅને આ કાર્યક્રમમાંદેશના વિવિધ ભાગોમાંથી, અલગ અલગ બ્લોકમાંથી, પાયાનાં સ્તરે જે લાખો સાથીઓ જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ પણ આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને જેઓ આ વિષયમાં રસ ધરાવે છે તેઓ પણ આજે વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે જોડાયા છે, હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હું તમને બધાને, ખાસ કરીને નીતિ આયોગને આ કાર્યક્રમ માટે અભિનંદન પણ પાઠવું છું અને આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું.પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેના એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમ 'સંકલ્પ સપ્તાહ'નો શુભારંભ કરાવ્યો
September 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામનો દેશમાં મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે મહત્વાકાંક્ષી બ્લોક્સ પ્રોગ્રામ પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રીએ સ્મૃતિ વનના ઉદ્ઘાટનના દિવસને યાદ કર્યો
August 29th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્મૃતિ વનના ઉદ્ઘાટનના દિવસને યાદ કર્યો હતો, જે 2001ના ગુજરાત ભૂકંપમાં ગુમાવેલા લોકો માટે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રીએ ચક્રવાત 'બિપરજોય' અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
June 12th, 04:23 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તોળાઈ રહેલા ચક્રવાત ‘બિપરજોય’ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તેમજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ 2001માં આવેલા જીવલેણ ભૂકંપ બાદ કચ્છની કાયાપલટ વિશે એક થ્રેડ શેર કર્યો
April 05th, 10:59 am
સાંસદ દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 14th, 05:45 pm
પરમ પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય સંત ગણ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત તમામ સત્સંગી પરિવારના સભ્યો, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલા મોટા પાયા પરનો આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલવાનો છે અને હું માનતો નથી કે આ કાર્યક્રમ માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટો છે, સમયની દૃષ્ટિએ પણ ઘણો લાંબો છે. પરંતુ મેં અહીં જેટલો સમય વિતાવ્યો છે તેનાથી મને લાગે છે કે અહીં મને દિવ્યતાની અનુભૂતિ થઇ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં આપણો વારસો શું છે, આપણી ધરોહસ શું છે, આપણી આસ્થા શું છે, આપણી આધ્યાત્મિકતા શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આ તમામ બાબતોને આ પરિસરમાં સમાવી લેવામાં આવી છે. અહીં ભારતનો દરેક રંગ જોવા મળે છે. હું આ અવસર પર તમામ પૂજ્ય સંત ગણને, આ આયોજન કરવા માટેની કલ્પના કરવાના સામર્થ્ય બદલ અને આ સંકલ્પનાને તેમણે સાકાર કરવા માટે કરેલા પ્રયત્નો બદલ તમામ આદરણીય સંતોના ચરણોમાં વંદન કરું છું, હું તેમને મારા અંતઃકરણુપૂર્વક હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું અને પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદરથી આટલું મોટું અને ભવ્ય આયોજન માત્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવાનું કામ નહીં કરે પરંતુ તે આવનારી પેઢીને પ્રભાવિત પણ કરશે, તેમને પ્રેરિત પણ કરશે.