વિશ્વ શાંતિ માટે ક્રૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 03rd, 07:48 pm

કૃષ્ણગુરુ સેવાશ્રમ સાથે સંકળાયેલા આપ તમામ સંતો મનીષીઓ તથા ભક્તોને મારા સાદર પ્રણામ. કૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તનનું આ આયોજન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. મને આનંદ છે કે જ્ઞાન, સેવા અને માનવતાની જે પ્રાચીન ભારતીય પરંપરાને કૃષ્ણગુરુજીએ આગળ ધપાવી તે આજે પણ સતત ગતિમાન છે. ગુરુકૃષ્ણ પ્રેમાંનદ પ્રભુ જી અને તેમના સહયોગના આશીર્વાદ તથા કૃષ્ણગુરુના ભક્તોના પ્રયાસથી આ આયોજનમાં એ દિવ્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મારી ઇચ્છા હતી કે આ પ્રસંગે હું આસામ આવીને આપ સૌની સાથે આ કાર્યક્રમમાં સામેલ થઈ જાઉં. મેં કૃષ્ણગુરુજીના પાવન તપોસ્થળી પર આવવાનો અગાઉ પણ ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કદાચ મારા પ્રયાસોમાં કોઇક કમી રહી ગઈ કે હું ઇચ્છતો હતો તેમ છતાં અત્યાર સુધી આવી શક્યો નહીં. મારા મનોકામના છે કે કૃષ્ણગુરુના આશીર્વાદ મને એ અવસર આપે કે આવનારા સમયમાં ત્યાં આવીને હું આપ સૌને નમન કરું, આપ સૌના દર્શન કરું.

પ્રધાનમંત્રીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનને સંબોધન કર્યું

February 03rd, 04:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આસામનાં બારપેટામાં કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસને સંબોધન કર્યું હતું. કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસ એક મહિના સુધી ચાલનારું કીર્તન છે, જેનું આયોજન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી 3જી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે

February 01st, 10:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી શ્રી કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે.