સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વચનબદ્ધ: વડાપ્રધાન મોદી

March 17th, 01:34 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં IARI મેલા ગ્રાઉન્ડ, પૂસા કેમ્પસમાં આયોજીત કૃષિ ઉન્નતી મેલાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયનની અને જૈવિક મેલા કુંભની મુલાકાત લીધી હતી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા રાખી હતી. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેની ઈ-માર્કેટિંગ પોર્ટલ શરુ કરાવી હતી. તેમણે કૃષિ કર્મણ એવોર્ડ્સ તેમજ પંડિત દીન દયાલ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતી મેળાને સંબોધન કર્યું

March 17th, 01:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાંપૂસા પરિસરમાંઆઈએઆરઆઈ મેળા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ઉન્નતી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયન અને જૈવિક મેળા કુંભની પણ મુલાકાત લીધી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેના એક ઈ-માર્કેટિંગ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે કૃષિ કર્માણ પુરસ્કારો અને દિન દયાળ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 માર્ચ, 2018ના રોજ ‘કૃષિ ઉન્નતિ મેળા’માં ખેડૂતોને સંબોધિન કરશે

March 16th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 માર્ચ, 2018ના રોજ નવી દિલ્હીનાં પુસા કેમ્પસમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, આઈએઆરઆઈ ખાતે વાર્ષિક ‘કૃષિ ઉન્નતિ મેળા’ને સંબોધશે. તેઓ ખેડૂતોને સંબોધિન કરશે આ સાથે તેઓ જૈવીક ખેતી પરના એક પોર્ટલનું અનાવરણ કરશે અને 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી “કૃષિ કર્મણ” અને “પંડિત દીન દયાળ ઉપાધ્યાય કૃષિ વિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર” પણ એનાયત કરશે.